ખબર મનોરંજન

બિકીની અને બ્રાલેટ પહેરનારી દિશા પટનીને ન રહી સલવાર-સૂટ સંભાળવાની આદત, ચાર ડગલાં ચાલવામાં બે વાર લથડી ગઈ

બોલીવુડની ચુલબુલી અને હોટ અભિનેત્રીમાંની એક એવી દિશા પટની અવાર નવાર પોતાના ગ્લેમર લુક અને  ફેશનને લીધે ચર્ચામાં બનેલી રહે છે. દિશાએ જો કે બોલીવુડની અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે છતાં પણ તેની લાઇમલાઈટ ટોપ અભિનેત્રીથી કમ નથી. તાજેતરના દિવસોમાં દિશા પોતાની આવનારી ફિલ્મ એક વિલેન રિટર્ન્સના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ફિલ્મ 29 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને લીધે દિશા ખુબ જ વ્યસ્ત જોવા મળે છે. ફિલ્મ એક વિલેન રિટર્ન્સની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ફીલ્મનું પ્રમોશન ખુબ જોરમાં ચાલી રહ્યું છે. ફિલ્મના દરેક ઇવેન્ટમાં દિશા અલગ અલગ સુંદર અવતારમાં જોવા મળી હતી. અને તેના દરેક લુક્સે ચાહકોનું દિલ જીતી લીધું હતું.ફિલ્મના દરેક ઇવેન્ટમાં દિશા હંમેશા હાઇલાઇટ્સમાં રહી છે.

એવામાં દિશાનો નવો લુક સામે આવ્યો છે અને તેમાં તે શોર્ટ, બેકલેસ ડ્રેસ પહેરીને નહિ પણ સલવાર-સૂટ અને દુપટ્ટો પહેરેલી જોવા મળી છે. જેનો વિડીયો પણ સામે આવ્યો છે જે ખુબ વાયરલ થઇ રહ્યો છે. જો કે સલવાર સૂટમાં પણ તેણે વેસ્ટર્ન લુક આપ્યો હતો, જે સ્ટ્રીપ્ટેડ હતો અને આગળથી ડીપનેક હતો જેમાં તે ખુબ જ હોટ લાગી રહી હતી. વીડિયોમાં દિશા લાઈટ ગ્રીન કલરના સૂટમાં ખુબ જ સુંદર લાગી રહી હતી અને ગાડીમાંથી ઉતરીને તે રેડ કાર્પેટ પર ચાલતી જોવા મળી રહી છે.

હંમેશા બિકી અબને બ્રાલેટ પહેરનારી દિશાને કદાચ સલવાર-સૂટ પહેરવાની આદત નથી માટે જ ચાલતી વખતે તેના પગ બે વાર લથડી ગયા હતા. આ આઉટફિટ સાથે દિશાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને લાઈટ મેકઅપ કર્યો હતો અને પગમાં ફ્લેટ મોજડી પહેરી હતા છતાં પણ તે સારી રીતે ચાલી શક્તિ ન હતી અને થોડી અસહજ પણ દેખાઈ રહી હતી.

એવામાં લોકોએ તેનો આ વિડીયો જોઈને કહ્યું કે બ્રાલેટ પહેરનારી દિશાને ડ્રેસ પહેરવાની આદત નથી. દિશા હંમેશા ફિલ્મ પ્રમોશનના બહાને લકોને દીવાના બનાવી રહી છે.મોહિત સુરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અર્જુન કપૂર, તારા સુતારીયા અને જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, ફિલ્મ એક્શન, ડ્રામાં, સસ્પેન્સ અને રોમાન્સથી ભરપૂર હશે. ફિલ્મ એક વિલેનની સિક્વલ છે, જે તે છોકરીઓની કહાની દર્શાવે છે જેને વનસાઇડ લવર છે.

એક ઇન્ટરવ્યૂમાં વાત કરવાના સમયે દિશાએ પોતાના ક્રશ વિશેનો પણ ખુલાસો કર્યો હતો. દિશાએ કહ્યું હતું કે તે સ્કૂલના દિવસોથી રણબીર કપૂરની ખુબ દીવાની છે અને તેને લીધે જ તેનું એક્સીડેન્ટ થતા થતા બચ્યું હતું. દિશાએ કહ્યું કે તેના શહેરમાં રણબીર કપૂરનું એક મોટું પોસ્ટર હતું જેને તે ત્યાંથી આવતી-જતી વખતે હંમેશા જોતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

અને તે સમયે તે રસ્તા પર હંમેશા કોઈને કોઈ વસ્તુ સાથે અથડાઈ જતી હતી. દિશાએ કહ્યું કે તેને આ વાત હજુ સુધી રણબીરને નથી જણાવી પણ તે એક દિવસ તેને આ વાત ચોક્કસ જણાવશે.  પોતાના ફિલ્મની સાથે સાથે દિશા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક દમદાર અને હોટ તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની દરેક તસવીરો ખુબ પસંદ કરે છે.