બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાના ગ્લેમરસ ફોટોઝથી ઈન્ટરનેટનો પારો ઊંચકતી રહે છે. તેના કિલર લુક અને સુંદર સ્માઇલના કારણે અભિનેત્રી દરરોજ સમાચારમાં રહે છે. દિશાનું નામ એ હસીનાઓની યાદીમાં સામેલ છે જેની એક ઝલક મેળવવા લોકો આતુરતાથી રાહ જુએ છે. તેના એક કરતાં વધુ આઉટફિટ્સ જોઈને હસીનાઓ ખાટી ખાય છે, જ્યારે છોકરાઓના મનમાં તેની સુંદરતા જોઈને દિલોમાં આગ લાગે છે.
બોલીવુડની ચુલબુલી અને હોટ અભિનેત્રીમાંની એક એવી દિશા પટની અવાર નવાર પોતાના ગ્લેમર લુક અને ફેશનને લીધે ચર્ચામાં બનેલી રહે છે. દિશાએ જો કે બોલીવુડની અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે છતાં પણ તેની લાઇમલાઈટ ટોપ અભિનેત્રીથી કમ નથી. તાજેતરના દિવસોમાં દિશા પોતાની આવનારી ફિલ્મ એક વિલન રિટર્ન્સના પ્રમોશનમાં વ્યસ્ત છે.

દિશા ફિલ્મ પ્રમોશનના બહાને લોકોને દીવાના બનાવી રહી છે. મોહિત સુરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અર્જુન કપૂર, તારા સુતારીયા અને જોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ એક્શન, ડ્રામાં, સસ્પેન્સ અને રોમાન્સથી ભરપૂર છે. ફિલ્મ એક વિલેનની સિક્વલ છે, જે તે છોકરીઓની કહાની દર્શાવે છે જેને વનસાઇડ લવર છે.
એવામાં લાંબા સમયથી જોવાથી રાહ એવી ફિલ્મ એક વિલેન રિટર્ન્સ આખરે રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મની સ્ક્રીનિંગ પર બોલીવુડના ઘણા દિગ્ગજ લોકો શામિલ થયા હતા અને દિશા તારા અને અર્જુનનો લુક દરેકથી એકદમ અલગ અને કાતિલાના દેખાયો હતો. ફિલ્મની સ્ક્રિનિંગમાં મુકેશ છાબડા, ભૂષણ કુમાર, વિવાન શાહ પણ હાજર રહ્યા હતા.
ફિલ્મની સ્ક્રિનિંગમાં દિશાએ બ્લેક ક્રોપ ટોપ અને જીન્સ પેન્ટ પહેર્યું છે. આ આઉટફિટ સાથે દિશાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા, જેમાં તે હંમેશાની જેમ એકદમ કાતિલાના લાગી રહી છે. સ્મોકી મેકઅપમાં દિશાની સુંદરતા ખુબ જ લાજવાબ દેખાઈ હતી અને તેણે કેમેરા સામે અલગ અલગ પોઝ આપ્યા હતા.આ આઉટફિટમાં દિશાની પાતળી કમર પણ ફ્લોન્ટ થઇ રહી હતી, જેના પર લોકોની નજરો થંભી ગઈ હતી.
જયારે તારા બ્લેક શોલ્ડર લેસ ડ્રેસમાં જોવા મળી હતી. આ આઉટફિટ સાથે તારાએ પણ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને લાઈટ મેકઅપ કર્યો હતો. અર્જુન બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. સ્ટાર કાસ્ટે મીડિયા સામે ખુબ પોઝ આપ્યા હતા.
13-જૂન 1992ના રોજ જન્મેલી દિશા પોતાની બોલ્ડનેસ અને આકર્ષક ફિગરને લીધે ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. મીડિયાકર્મીઓ પણ તેની તસવીરો લેવા માટે ખુબ અધીરા રહે છે.જયારે પણ તેનો લુક કેમેરામાં કેદ થાય છે કે તરત જ તે વાયરલ થઈ જાય છે. દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય રહે છે અને પોતાની દમદાર તસવીરો શેર કરતી રહે છે. દિશાની મોટાભાગની તસવીરો બોલ્ડ અને બિકી પહેરેલી છે. દરેક લુકમાં તેની બોલ્ડનેસ ઉભરાઈ આવે છે. દિશા અત્યાર સુધીમાં બાગી-2, રાધે, મલંગ જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.
એક ઇન્ટરવ્યૂમાં દિશાએ પોતાના ક્રશ વિશેનો પણ ખુલાસો કર્યો હતો. દિશાએ કહ્યું હતું કે તે સ્કૂલના દિવસોથી રણબીર કપૂરની ખુબ દીવાની છે અને તેને લીધે જ તેનું એક્સીડેન્ટ થતા થતા બચ્યું હતું. દિશાએ કહ્યું કે તેના શહેરમાં રણબીર કપૂરનું એક મોટું પોસ્ટર હતું જેને તે ત્યાંથી આવતી-જતી વખતે હંમેશા જોતી હતી.
View this post on Instagram
અને તે સમયે તે રસ્તા પર હંમેશા કોઈને કોઈ વસ્તુ સાથે અથડાઈ જતી હતી. દિશાએ કહ્યું કે તેને આ વાત હજુ સુધી રણબીરને નથી જણાવી પણ તે એક દિવસ તેને આ વાત ચોક્કસ જણાવશે. પોતાના ફિલ્મની સાથે સાથે દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય રહે છે અને પોતાની એકથી એક દમદાર અને હોટ તસવીરો શેર કરતી રહે છે. ચાહકો પણ તેની દરેક તસવીરો ખુબ પસંદ કરે છે.