બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી તેની ફિટનેસ ઉપરાંત ફેશન અને સ્ટાઇલ માટે પણ જાણીતી છે. દરેક ઇવેન્ટમાં તે તેના સ્ટાઇલિશ અવતાર માટે ચર્ચાઓમાં આવી જાય છે. પરંતુ, તેને હંમેશાં તેના ડ્રેસિંગ માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાં આવે છે.

અભિનેત્રી દિશા પટણી તાજેતરમાં જ ફિલ્મ મલંગની સક્સેસ પાર્ટીમાં જોવા મળી હતી. તે અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સાથે રેડ હોટ ડ્રેસમાં જોવા મળી હતી.

આ તસ્વીરો પર કેટલાક ટ્રોલર્સે અભિનેત્રીને ટ્રોલ કરી હતી. તો દિશા પટણીએ પણ તાજેતરમાં એક હિન્દી વેબસાઇટ સાથે ઇન્ટરવ્યૂમાં ટ્રોલિંગને લઈને વાતચીત કરી હતી.

દિશાએ ટ્રોલર્સને જવાબ આપતા કહ્યું કે ‘શરૂઆતમાં જ્યારે તેને ટ્રોલ કરવામાં આવતી હતી, ત્યારે તેને પણ ખૂબ ખરાબ લાગતું હતું. પણ હવે એવું નથી. હવે હું આ બધાથી ઉપર ઉઠી ચુકી છું. હવે, ટ્રોલર્સ મને શું કહે છે અને શું બોલે છે તેનાથી કોઈ ફરક નથી પડતો, ન તો હું આવી ટ્રોલિંગ પર પ્રતિક્રિયા આપું છું. મને હવે કૉમેન્ટ્સથી ખરાબ નથી લાગતું.’

તેણે કહ્યું, ‘હું મારા કપડાં પોતાની મરજીથી અને પોતાના માટે પહેરું છું, ટ્રોલર્સ માટે નહિ. તો પછી હું ટ્રોલ્સને ગંભીરતાથી કેમ લઉં? દિશા પટણી મલંગ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં અનિલ કપૂર અને કૃણાલ ખેમુ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યાં હતાં.

ભારત ફિલ્મ બાદ દિશા પટણી ફરી એકવાર સલમાન ખાન સાથે જોવા મળશે. ઈદ પર રિલીઝ થનારી રાધેમાં દિશા પટણી મુખ્ય ભૂમિકામાં હશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.