ખબર ફિલ્મી દુનિયા

દિશા પટની સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’માં જૈકી શ્રોફની બહેન બનશે, ફેન્સ દુઃખી દુઃખી થઇ ગયા

બોલીવુડના દબંગ ખાન એવા સલમાન ખાનની ફિલ્મ ‘રાધે-યોર મસ્ટેડ ભાઈ’ની રાહ દર્શકો ખુબ આતુરતાથી જોઈ રહ્યા છે. આગળના ઘણા સમયથી આ ફિલ્મ વષેની ચર્ચાઓ ચાલી રહી છે અને એ પણ બધા જાણે જ છે કે ફિલ્મમાં દિશા પટની પણ ખાસ કિરદારામાં જોવા મળશે.

Image Source

એવામાં હવે દિશાના ફિલ્મમાં રોલ પ્રત્યેનો ખુલાસો પણ સામે આવ્યો છે અને જાણવા મળ્યું છે આખરે તેનો કિરદાર ફિલ્મમાં શું હશે! ફિલ્મમાં પહેલી વાર દિશાને પોતાના ખાસ મિત્ર ટાઇગર શ્રોફના પિતા જૈકી શ્રોફ સાથે કામ કરવાનો મૌકો મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

જો કે ફિલ્મ ભારતમાં પણ જૈકી શ્રોફ અને દિશા પટની પણ જોવા મળ્યા હતા પણ મળેલી જાણકારીના આધારે ફિલ્મ રાધેમાં દિશા જૈકી શ્રોફની બહેનના કિરદારામાં જોવા મળશે અને જૈકી શ્રોફ ફિલ્મામાં પોલીસ અધીકારીના કિરદારમાં જોવા મળશે. પ્રભુદેવાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં જૈક્લિન ફર્નાડીઝ, રણદીપ હુડ્ડા પણ ખાસ કિરદારામાં હશે.

Image Source

જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થવાની હતી પણ કોરોના મહામારીને લીધે ફિલ્મની શુટિંગ સ્થગિત કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

માનવામાં આવી રહ્યું છે કે ટાઇગર શ્રોફ અને દિશા પટની એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે, આગળના દિવસોમાં બંન્ને નવા વર્ષની ઉજવણી કરવા માટે માલદીવ પણ પહોંચ્યા હતા. એવામાં ફિલ્મમાં દિશાને જૈકી શ્રોફની બહેનના કિરદારમાં જોવું દર્શકો  માટે ખુબ જ દિલચસ્પ રહેવાનું છે.