ફિલ્મી દુનિયા

દિશા પટનીએ બૉલીવુડ માટે પોતાને આટલી બધી બદલી નાખી,પહેલાની તસ્વીરોને જોઈને વિશ્વાસ નહિ કરી શકો

Image Source

આજે ઇન્સ્ટાગ્રામ પર 18 મિલિયનથી વધારે ફોલોઅર્સની સાથે ઇન્ટરનેટ પર સનસની મચાવનારી અભિનેત્રી ‘દિશા પટની’ એક વાર ફરીથી ચર્ચાનો વિષય બની ગઈ છે.પોતાના ફિટનેસ અને આકર્ષક શરીરને લીધે તે હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલી રહે છે.

Image Source

દિશા ‘નેશનલ ક્રશ’ના નામથી પણ જાણવામાં આવે છે.દિશાએ ફિલ્મ ‘એમ એસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ દ્વારા લોકોને પોતાના દીવાના બનાવી લીધા હતા.દરેક કોઈ તેની સ્માઈલ અને માસુમતા પર ફિદા થઇ ગયા હતા.દિશા પોતાના ફેશન સેન્સ અને સ્ટાઇલને લીધે પણ ખુબ ચર્ચામાં રહે છે.

Image Source

હાલમાં જ દિશાની પહેલાની અમુક તસ્વીરો વાઇરલ થઇ છે.કહેવામાં આવી રહ્યું છે કે આ તસ્વીરો દિશાના પહેલાના ફોટોશૂટની છે, ત્યારે દિશા માત્ર 17 વર્ષની જ હતી.દિશાએ પોતાના એકાઉન્ટ પર પોતાની આ તસ્વીરો શેયર કરેલી છે.24 વર્ષની દિશા આ તસ્વીરોમાં એકદમ અલગ દેખાઈ રહી છે.તસ્વીરોમાં તેને ઓળખવી પણ મુશ્કેલ લાગી રહી છે.

Image Source

હાલ દિશા અભિનેતા ટાઇગર શ્રોફને ડેટ કરી રહી છે પણ બંનેએ ક્યારેય આ વાતનો ખુલાસો કર્યો નથી.દિશાની ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે.પણ પોતાના સ્ટ્રગલ અને મોડેલિંગના દિવસોમાં દિશા એકદમ અલગ દેખાતી હતી.જો તેની પહેલાની અને અત્યારની તસ્વીરોમાં નજર કરશો તો ખુબ મોટો ફર્ક દેખાશે.

Image Source

દિશાનું ફિટનેસ જોઈને ઘણી યુવતીઓ તેના જેવી બોડી બનાવવા માટે પ્રોત્સાહિત થાય છે.માત્ર ફેન્સ જ નહિ પણ દિશાના લુક્સથી બોલીવુડના ઘણા અભિનેતાઓ પણ પ્રભાવિત છે.’કોફી વિથ કરન’ના શો માં અભિનેતા વરુણ ધવને દિશા ના વખાણ કરતા કહ્યું હતું કે તેને દિશા ખુબ જ સુંદર છે.

Image Source

આજે ભલે દિશા બધાને ખુબ પસંદ હોય પણ પાંચ વર્ષ પહેલા આવું ન હતું.દરેક કોઈ જાણે જ છે કે દિશા નોન ફિલ્મી બૈકગ્રાઉન્ડથી છે.એવામાં તેને ફિલ્મોઆ આવવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો.જણાવી દઈએ કે દિશાએ એક મૉડલના રૂપે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

Image Source

દિશા માટે લોકો વચ્ચે પોતાની ફૈન ફોલોઇંગ બનાવવું આસાન ન હતું, પણ દિશાએ પોતાની અપેક્ષાઓને તૂટવા ના દીધી અને કંઈક કરી બતાવવાનો સંકલ્પ કર્યો,જેના પછી તેની મહેનત રંગ લાવી અને ફિલ્મ એમ એસ ધોની ઓફર થઈ. આ ફિલ્મ પછી દિશા બાગી-2 માં ટાઇગર શ્રોફની સાથે નજરમાં આવી હતી અને હવે ફિલ્મ ‘ભારત’માં સલમાનની સાથે આઈટમ સોન્ગ કરતી નજરમાં આવે છે.

Image Source

દિશાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2015 માં તેલુગુ ફિલ્મ ‘લોફર’થી કરી હતી.જો કે દિશા ડૈરી મિલ્કની જાહેરાતમાં પણ નજરમાં આવી ચુકી છે.તસ્વીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દિશા જેટલી હાલના સમયે ગ્લેમર છે તેટલી પોતાના મોડેલિંગના દિવસોમાં ન હતી.હાલમાં જ દિશા ટાઇગર શ્રોફની સાથે ફિલ્મ ભારતની સ્ક્રિનિંગમાં પહોંચી હતી.

Image Source

દિશાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના સફર વિશે વાત કરી હતી કે જ્યારે તે પોતાના કોલેજનો અભ્યાસ છોડીને મુંબઈ આવી હતી ત્યારે તેની પાસે માત્ર 500 રૂપિયા જ હતા.

Image Source

મુંબઈ શહેરમાં તે કોઈને પણ ઓળખતી ન હતી અને એક સમય એવો પણ એવો હતો કે તેની પાસે ઘરનું ભાળું ચૂકવવાના પણ પૈસા ન હતા.પણ દિશા કહે છે કે,”હું એક સકારાત્મક યુવતી છું અને તેને લીધે જ મેં આ મુકામ મેળવ્યું છે”.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.