મનોરંજન

પિન્ક સ્વેટશર્ટ અને મીની શોર્ટ્સમાં જોવા મળ્યો દિશા પાટણીનો બોલ્ડ અંદાજ, ચહેરાને માસ્ક અને ટોપીથી છુપાવતી મળી જોવા

ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડનો આ નવો પિન્ક પિન્ક અવતાર જોઈને ચકિત થઇ જશો, જુઓ તસવીરો

બોલીવુડની અભિનેત્રીઓ તરફ કેમેરામેનની નજર હંમેશા રહેતી હોય છે, ઘણી અભિનેત્રીઓ ઘણી જગાએ સ્પોટ થતી જોવા મળે છે. હાલમાં જ અભિનેત્રી દિશા પાટણી પણ કેમેરામેનની નજરે સ્પોટ થઇ હતી જેની ઘણી તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

દિશા બૉલીવુડની અંદર થોડા સમયમાં જ ઘણી નામના મેળવી ચુકી છે. પોતાની ફેશન સેન્સના કારણે તે હંમેશા ચાહકોનું દિલ જીતવામાં સફળ રહે છે. તો ઓન સ્ક્રીન ઉપર પણ દર્શકો દિશાને ખુબ જ પસંદ કરતા હોય છે.

ગયા શુક્રવારના રોજ અભિનેત્રી ડાયરેક્ટર મોહિત સુરીની ઓફિસની બહાર સ્પોટ થઇ હતી. જ્યાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો.

આ દરમિયાન દિશા સ્વેટશર્ટઅને બ્લેક બાઇકર શોર્ટ્સમાં નજર આવી હતી. પિન્ક ટોપની સાથે દિશાએ મેચિંગ પર્સ પણ કેરી કર્યું હતું.

ખુલા વાળ, પિન્ક કેપ અને માસ્ક લગાવીને તેને પોતાના આ લુકને કમ્પ્લીટ કર્યો હતો, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

ઓવરઓલ લુકની અંદર દિશા ખુબ જ બોલ્ડ અને આકર્ષક દેખાઈ રહી હતી. ચાહકોને પણ દિશાનો આ અંદાજ ખુબ જ પસંદ આવ્યો હતો.

દિશાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ સલમાન ખાન સાથેની ફિલ્મ રાધેની અંદર નજર આવશે.