કરણ જોહરના ધર્મા પ્રોડ્કશન હાઉસ બહાર ખૂબસુરત અંદાજમાં સ્પોટ થઇ દિશા પટની, ફિગર જોઈને ફેન્સ પાગલ થઇ ગયા

સલમાન ખાનની સૌથી બોલ્ડ હિરોઈ પ્રિંટેડ ડ્રેસમાં દેખાડ્યો જાદુ, 7 PHOTOS જોતા જ ફેન્સ ઘેલા થયા

બોલિવુડ અભિનેત્રી દિશા પટની ખૂબ જ ખૂસસુરત અભિનેત્રીઓમાંની એક છે. દિશાની અદાઓના ચાહકો દીવાના છે અને તેના બોલ્ડ અંદાજના તો ચાહકો કાયલ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા છવાઇ જાય છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર 46.1M ફોલોઅર્સ છે. અને એટલે જ તેની કોઇ પણ તસવીરો જલ્દીથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

હાલમાં જ દિશાને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન તેની ખૂબસુરત તસવીરો કેમેરામાં કેદ થઇ હતી. કરણ જોહરના પ્રોડક્શન હાઉસ બહાર દિશાને સ્પોટ કરવામાં આવી હતી. દિશાની સામે આવેલી તસવીરોમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી છે. દિશાની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

અભિનેત્રીને મુંબઇમાં કરણ જોહરના ધર્મા પ્રોડ્કશન હાઉસ બહાર સ્પોટ કરવામાં આવી હતી. વ્હાઇટ ડોટ પિંક પ્રિટેંડ ડ્રેસમાં દિશા ઘણી ખૂબસુરત લાગી રહી હતી. તેણે તેના વાળને ખુલ્લા રાખ્યા હતા અને સેફટી માટે માસ્ક કેરી કર્યુ હતુ. આ સાથે તેણે સ્નાકર્સ મેચ કર્યા હતા.

હાલમાં જ અભિનેત્રીએ મોહિત સૂરી દ્વારા નિર્દેશિત તેની અપકમિંગ ફિલ્મ “એક વિલન રિટર્ન્સ”નું બીજા શેડ્યૂલનું શુટિંગ પૂરુ કર્યુ છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર ટીમ સાથે એક વીડિયો અને કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.

તમને જણાવી દઇએ કે, દિશા પટની બોલિવુડની હિટ અને ફિટ અભિનેત્રીમાંની એક છે, તે ફિટ રહેવા માટે રોજ યોગા કરે છે. આ સાથે તે હેલ્દી ડાયટ પણ ફોલો કરે છે અને જીમ પણ જાય છે.

દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે બોલિવુડમાં ફિલ્મ “એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી”થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતા. તે બાદ દિશા જૈકી ચેન સાથે ફિલ્મ “કુંગ ફૂ યોગા”માં જોવા મળી હતી. દિશા છેલ્લે સલમાનની “રાધે”માં જોવા મળી હતી. આ ઉપરાંત તેણે સલમાન સાથે ફિલ્મ “ભારત”માં પણ કામ કર્યુ હતુ.

Shah Jina