બૉલીવુડ ટાઇગર શ્રોફ સાથે અફેયરમાં રહેલી એક્ટ્રેસ દિશા પટ્ટણીનો એક વર્ક આઉટ વિડીયો હાલમાં ખુબ જ વાયરલ થયો છે. આ વીડિયોમાં દિશા તનતોડ મહેનત કરે છે.
બોલીવુડની યંગ અને ખુબસુરત એક્ટ્રેસ દિશા પટ્ટણી તેના ફોટો એન વિડીયોને લઈને ખુબ જ ચર્ચામાં છે. દિશા તેના ફિટનેશ વિડીયો અને ફેશન સેન્સને લઈએં ફેન્સમાં છવાઈ ગઈ છે. દિશા તેના ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયાનો વધારે ઉપયોગ કરે છે. તે સોશિયલ મીડિયા થકી બધા જ અપડેટ્સ આપતી રહે છે.
આ વચ્ચે દિશા પટ્ટણીના જિમ ટ્રેનરે તેના સોશિયલ મીડિયા થકી દિશાના વર્ક આઉટનો વિડીયો શેર કર્યો હતો. વિડીયોમાં તમે જોઈ શકો છો. દિશા તેના ટ્રેનર સાથે એક્સરસાઇઝ કરતી નજરે ચડે છે.
View this post on Instagram
•One part of gluteus workout• @dishapatani 💪🏽 • • • #workout #gym #gluteus
જયારે અન્ય એક વીડિયોમાં દિશા હાથમાં બોલ પકડી સ્કોટ્સ કરતી નજરે ચડે છે. બીજા વીડિયોમાં દિશા થાઈ કે ઇન્ટસ એક્સરસાઇઝ કરી રહી છે. વીડિયોમાં દિશા બ્લુ શોર્ટ્સ અને વ્હાઇટ ટોપમાં નજરે ચડે છે.
દિશાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો દિશા થોડા સમય પહેલા સલમાન ખાનની રિલીઝ થયેલી ફિલ્મ ‘ભારત’માં જોવા મળી હતી. આ ફિલ્મ બાદ તે આગામી ‘મલંગ’માં નજરે આવશે. આ ફિલ્મને મોહિત સુરી ડાયરેક્ટ કરે છે. આ ફિલ્મમાં દિશા સિવાય અનિલ કપૂર, કૃણાલ ખેમુ અને આદિત્ય કપૂર પણ નજરે આવશે.