જીવનશૈલી મનોરંજન

સલમાન ખાનની હિરોઈને ખરીદી 1.50 કરોડની કાર, આ જોઈને અમિતાભ પણ ચોંકશે- જુઓ તસ્વીરો

બોલિવૂડ અભિનેત્રી દિશા પટની ધીરે-ધીરે પોતાનો પગ આ ઇન્ડસ્ટ્રીમાં જમાવી રહી છે. બાગી 2 અને ભારત જેવી ફિલ્મો કર્યા બાદ હવે દિશાને સલમાન ખાન સાથે વધુ એક ફિલ્મ મળી ગઈ છે. સલમાન ખાન સાથે તેને સાઈન કરેલી ફિલ્મ તેમની આવનારી ફિલ્મ રાધે છે. દિશાએ આ ફિલ્મનું શૂટિંગ પણ શરુ કરી દીધું છે. પરંતુ અત્યારે તે પોતાની આ ફિલ્મ માટે નહિ પણ કોઈ બીજા કારણોસર ચર્ચામાં આવી છે. તેને એક લક્ઝરી કાર ખરીદી છે જેની તસ્વીર તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેને ખરીદેલી આ SUVની ભારતમાં એક્સ શો રૂમ કિંમત લગભગ 1.3 કરોડ રૂપિયાથી શરુ થાય છે.

 

View this post on Instagram

 

And I thought I was tall ! Thank you @landrover_modimotors Worli , for the lovely experience ! #ad

A post shared by disha patani (paatni) (@dishapatani) on

ખરેખર દિશાએ થોડા દિવસો પહેલા રેન્જ રોવરની સ્પોર્ટ્સ કારની તસ્વીર શેર કરી હતી. આ કારની કિંમત 1.52 કરોડ રૂપિયા છે. જો કે દિશાએ જે તસ્વીર શેર કરી તેમાં તેને એ નથી જણાવ્યું કે તેને આ ગાડી ખરીદી છે કે માત્ર રાઈડ માટે લીધી હતી.

Image Source

આ કારની એક રજીસ્ટ્રેશન કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં આ કારના માલિકની જગ્યાએ દિશાનું નામ લખ્યું છે. જેણે જોતા જ સ્પષ્ટ થાય છે કે દિશાએ દોઢ કરોડની કાર ખરીદી લીધી છે.જણાવી દઈએ કે દિશા એક જ એવી સેલિબ્રિટી નથી કે જેની પાસે આ એસયુવી કાર છે. કેટરીના કૈફ, અલ્લુ અર્જુન, અમિતાભ બચ્ચન, સંજય દત્ત, શાહરુખ ખાન, સલમાન ખાન અને આલિયા ભટ્ટ સહીત ઘણા સેલિબ્રિટીની પહેલી પસંદ આ કાર છે.

 

View this post on Instagram

 

🧨 🎆 🎇 #MYCALVINS #CK50 @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) on

માહિતી અનુસાર, દિશાએ Range Rover Sport HSE ખરીદી છે, આ પેટ્રોલ કાર છે. આ કારનું રજીસ્ટ્રેશન 25 ઓક્ટોબર 2019નું થયેલું છે. દિશાની આ કાર બીએસ-4 કમ્પલાઈટવાળી છે. આ કારના 3.0-લીટર પેટ્રોલ વેરિયન્ટમાં સિક્સ સિલિન્ડર એન્જીન મળે છે, જે 335hpનો પાવર અને 450Nm ટૉર્ક જનરેટ કરે છે, જયારે 2.0-લીટર એન્જીનમાં સિક્સ સિલિન્ડર મળે છે, પણ આ 296hp પાવર અને 400Nm ટૉર્ક જનરેટ કરે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.