મનોરંજન

દિશાના આ આર્મ વોર્મર સ્વેટરની કિંમત સાંભળીને જ ઉડી જશે તમારા હોશ

આ 5 તસવીરો જોઈને ફેન્સ થયા પાગલ, બોલ્યા કે આ કેવા પ્રકારનું સ્વેટર છે? જુઓ PHOTOS

ખુબ જ ટૂંકા સમયમાં બોલીવુડની અંદર નામના મેળવનાર અભિનેત્રી દિશા પાટણી હંમેશા લાઇમ લાઇટમાં છવાયેલી રહેતી હોય છે. દિશાનો દરેક અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવે છે, તો તેની ફેશન સેન્સને પણ ઘણા લોકો ફોલો કરે છે, આ દરમિયાન જ દિશાનો એક અનોખો અંદાજ જોવા મળ્યો.

Image Source

દિશાએ એવું સ્વેટર પહેર્યું કે લોકો તેને જોતા જ રહી ગયા, અને જયારે તે સ્વેટરની કિંમત સામે આવી ત્યારે તો લોકોની આંખો પણ ફાટી પડી. તસ્વીરોની અંદર જોઈ શકાય છે કે દિશા આર્મ વોર્મર સ્વેટરમાં જોવા મળી રહી છે. તો આ દરમિયાન તેને આર્મ વોર્મરની સાથે સફેદ કલરનું ઓફ સોલ્ડર ટોપ અને બ્લેક ટ્રાઉઝર પણ પહેર્યું છે.

Image Source

હવે તેની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. દિશાનો આ લુક ખુબ જ પ્રેમાળ છે. પરંતુ દિશાએ જે આર્મ વોર્મર સ્વેટર પહેર્યું છે તેની કિંમત જાણીને કોઈના પણ હોશ ઉડી જાય તેમ છે. બોલીવુડની નંબર ૧ અભિનેત્રી દિશા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવાર-નવાર ગ્લેમરસ અને બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.

Image Source

ઘણા લોકો આ આર્મ વોર્મર સ્વેટરને ખરાબ પણ કહી રહ્યા છે તો ઘણા લોકો તેને સારું પણ માની રહ્યા છે. આ સ્વેટરની કિંમતની જો વાત કરવામાં આવે તો તમને પણ માન્યામાં નહિ આવે. આ સ્વેટરની કિંમત ફક્ત 1200 રૂપિયા જણાવવામાં આવી રહી છે. ફિલ્મ એમ.એસ ધોની દ્વારા ડેબ્યુ કરનારી અભિનેત્રી દિશા પટની પોતાની અદાકારીની સાથે સાથે પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. દિશા છેલ્લી વાર ફિલ્મ મલંગમા જોવા મળી હતી જેમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી અને તે બાગી-3 ફિલ્મમાં આઈટમ સોન્ગ કરતી પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

દિશા અને ટાઇગર શ્રોફના અફેરની ખબરો ખુબ જ સામે આવી રહી છે. બંને એકબીજાને ડેટ કરતા પણ સ્પોટ થાય છે. જો કે હજુ સુધી આ બંનેએ પોતાના સંબંધને જાહેર નથી કર્યો. દિશા જલ્દી જ સલમાન ખાન સાથેની ફિલ્મ “રાધે”માં નજર આવશે.