મનોરંજન

દિશા સાથે રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થયો ટાઇગર, અભિનેત્રીને ભીડથી બચાવવા કર્યું આવું કામ

બોલીવુડની હોટ કપલ દિશા પટ્ટની અને ટાઇગર શ્રોફ ઘણીવાર આઉટિંગ કરતા નજરે પડે છે. તો બીજી તરફ બન્નેના ફેન્સ પણ એટલા જ દીવાના છે. પરંતુ બંનેએ હજુ સુધી તેના સંબંધનો જાહેરમાં એકરાર નથી કર્યો. ટાઇગર તો તેની એક્શનના લીધે લોકોના દિલમાં રાજ કરે છે. ત્યારે બન્ને જણા જ્યાં પણ જાય ત્યાં ફેન્સ ફોટો ખેંચવા માટે પડાપડી કરે છે. ત્યારે ફરી એક વાર રવિવારે દિશા અને ટાઇગર એક રેસ્ટોરન્ટની બહાર સ્પોટ થયા હતા. ડિનર ડેટ પર ગયેલી દિશા ગ્રીન કલરની પોલ્કા ડોટ્સની ડ્રેસ પહેરી હતી. આ ડ્રેસમાં તે ઘણીજ સુંદર લાગી રહી હતી. તો ટાઈગરે ટી-શર્ટ સાથે બ્લેક પેન્ટ પહેર્યું હતું.

બન્ને સિતારાઓએ હસીને ફેન્સને અભિવાદન કર્યું હતું. પરંતુ ફેન્સના સેલ્ફી લેવાના ચક્કરમાં દિશા ફસાઈ જતા ટાઈગરે શ્રોફ હરકતમાં આવી ગયો દિશાને બચાવી હતી. આ ઘટના બન્યા બાદ પણ ટાઇગર કે દિશાએ ફ્રેન્ડ ઓર ગુસ્સો ઠાલવ્યો ના હતો. બન્ને હસીને ગાડીમાં બેસી ગયા હતા. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થયો છે.

વિડીયો જોઈને ફેન્સ બન્નેના બોન્ડીગની તારીફ કરે છે. બન્ને વચ્ચેના પ્રેમને જોઈને ફેન્સ પણ ખુશ થયા છે. જણાવી દઈએ ટાઇગર શ્રોફ અને દિશા પટ્ટણી ઘણા સમયથી એકબીજા સાથે રિલેશનમાં છે. ઘણી વાર બન્ને સાથે રજા માણતા નજરે પડે છે. તો જીમમાં પણ વર્ક આઉટ કટ નજરે પડે છે. ટાઇગર શ્રોફ અને દિશા એક બીજાનું પૂરતું ધ્યાન રાખે છે.

હાલમાં જ દિશા શિવસેનાના યુવા પ્રમુખ આદિત્ય ઠાકર સાથે ડિનર પર ગઈ હતી. આદિત્ય ઠાકર શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરો દીકરો અને બાલ ઠાકરનો પૌત્ર છે. આ ડિનર બાદ પણ દિશાએ ટ્રોલીગનો સામનો કરવો પડ્યો હતો. ટાઇગર વગર આદિત્ય સાથે ડિનર પર ગયેલી દિશા પર સવાલ ઉઠાવ્યા હતા ત્યારે દિશાએ પણ જવાબ આપ્યો હતો.

એક અખબાર સાથે વાતચીત કરતા દિશાએ જણાવ્યું હતું કે, ‘તમે તમારા મિત્રો સાથે લંન્ચ કે ડિનરમાં જાઓ તો ખોટું શું છે? બધાને સ્ત્રી અને પુરુષ મિત્રો હોય છે. હું જાતિ જોઈને દોસ્ત નથી બનાવતી. મને ફક્ત મહિલાઓ સાથે દોસ્ત બનવાની જરૂર નથી. હું એક એવા પ્રોફેશનમાં છું કે જ્યાં બધી જ વાતને લઈને મને જજ કરવામાં આવે છે. જો લોકો મને ખોટું સમજે છે તો મને કોઈ ફર્ક નથી પડતો. હું મારા કામ પર જ ફોકસ કરવા માંગુ છું.’

વર્કની વાત કરીએ તો દિશા પટ્ટણી આદિત્ય રોય કપૂર સાથે ફિલ્મ ‘મલંગ’માં ચમકશે. હાલમાં જ દિશા સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં નજરે આવી હતી. તો બીજી તરફ ટાઇગર શ્રોફ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’માં દેખાયો હતો. હવે તે ‘બાગી3’માં દેખાશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks