ખબર ફિલ્મી દુનિયા

દિશા પટનીએ બિકીની અવતારમાં આપ્યા કાતિલ પોઝ, સોશિયલ મીડિયામાં મચ્યો તહેલકો- જુઓ તસ્વીર

દિશા પટણીને રેડ કલર બિકનીમાં જોઇને શ્રોફ ફેમીલી પણ ચોંકી ઉઠ્યું, આપી આવી કમેન્ટ…વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘લોફર’ થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી એક્ટ્રેસ દિશા પટની કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે.

સોશિયલ મીડિયામાં તેના ક્યૂટ અંદાજથી બધાને મદહોશ કરનાર દિશા ફરી એક વાર ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે. ફિલ્મ ‘એમએસધોની: અનટોલ્ડ સ્ટોરી’થી પોતાની ઓળખ બનાવનાર એક્ટ્રેસે હાલમાં જ એક એવી તસ્વીર શેર કરી છે જે જોઈને બધા ક્લીન બોલ્ડ થઇ ગયા છે.

બૉલીવુડ નંબર ૧  એક્ટ્રેસ દિશા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે રહે છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર કરી છે જેમાં તે સમુદ્ર કિનારે બિકીનીમાં નજરે આવી રહી છે. ખુલ્લા વાળમાં દિશાનો લુક ઘણો અલગ દેખાઈ રહ્યો છે.

દિશાનો આ નવો અવતાર સોશિયલ પ્લેટફોર્મ પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. દિશાએ તેના લુકને લઈને ફરી સનસની મચાવી દીધી છે. બોલિવૂડ એક્ટ્રેસ કૃષ્ણા શ્રોફ અને આયેશા શ્રોફે દિશાના લુકની તારીફ કરી કમેન્ટ કરી છે. કૃષ્ણાએ કમેન્ટ કરતા લખ્યું હતું કે, ડેમ. આયેશા શ્રોફે દિશાની પ્રશંસા કરી અને લખ્યું – વાહ દિશું.

જ્યારે દિશા પટનીની આ ફોટોઝને લાખો લોકોએ પસંદ કર્યા છે અને શેર કરી છે, ત્યારે ઘણા લોકોએ પણ આ તસ્વીરો પર તેમને ટ્રોલ કરી છે. દિશાના બોલ્ડ લુક માટે યુઝર્સ દિવાળીના ફટાકડા જેવી કોમેન્ટ કરીને તેમને ટ્રોલ કરી રહ્યાં છે. નોંધપાત્ર વાત એ છે કે ટાઇગર શ્રોફ અને દિશા પટની વચ્ચેના અફેરના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે પરંતુ બંનેએ ક્યારેય તેમના સંબંધોને ખુલ્લેઆમ સ્વીકાર્યા નથી. જો કે ટાઇગરના પરિવારજનો પણ વારંવાર દિશાના ફોટા પર કમેન્ટ કરે છે.

દિશા પટનીના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો છેલ્લે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ સ્ટારર ફિલ્મ મલંગમાં જોવા મળી હતી. આ ફિલ્મ મોહિત સુરીએ બનાવી હતી.