ટીવી અભિનેત્રી દિશા પરમાર ટેલિ વર્લ્ડની તે સુંદરતા છે જે ભલે સાદા કપડામાં જોવા મળે પરંતુ તેની ડ્રેસિંગ સેન્સ એટલી અદભૂત છે કે તે દરેક લુકમાં ચાહકોના દિલમાં વસી જાય છે. જ્યારે પારંપારિક આઉટફિટ પહેરવાની વાત આવે છે, ત્યારે હસીના તેની સ્ટાઈલથી ચાહકોને ઘાયલ કરી દે છે. હાલમાં જ દિશાએ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો સુંદર લુક જોવા મળી રહ્યો છે. આ તસવીરો તેના જયપુર વેકેશનની છે, જ્યાં તે પતિ રાહુલ વૈદ્ય સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. દિશા યલો કલરના સૂટમાં સુંદર લાગી રહી છે.
દિશાએ આ સૂટ સાથે ફ્લોરલ દુપટ્ટો પહેર્યો હતો. દિશાએ મિનિમલ મેકઅપ, ઇયરિંગ્સ અને લિપસ્ટિક સાથે તેનો સિમ્પલ લુક કમ્પ્લીટ કર્યો હતો. આ દરમિયાન દિશાએ તેના હાથમાં ઘડિયાળ અને સગાઈની વીંટી પહેરી હતી. દિશા કેમેરા સામે ફ્લોન્ટિંગ પોઝ આપી રહી હતી. દિશાની આ તસવીરો ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. તસવીરો શેર કરતા દિશાએ લખ્યું- ‘સરસૂ કા ખેત’ વાઇબ!’ આ સાથે તેણે હસવાનું ઇમોજી બનાવ્યું છે.
લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલા રાહુલ અને દિશા વચ્ચેના સંબંધો પર ત્યારે મહોર લાગી જ્યારે સિંગરે ‘બિગ બોસ 14’ દરમિયાન અભિનેત્રીને પ્રપોઝ કર્યું હતું. તેણે રાષ્ટ્રીય ટેલિવિઝન પર બિગબોસના ઘરની અંદરથી દિશાને પૂછ્યું હતું કે શું તે તેની સાથે લગ્ન કરશે. આ પછી, વેલેન્ટાઈન ડેના અવસર પર દિશાએ બિગ બોસના ઘરની અંદર જઈને રાહુલનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો.
આ કપલે 16 જુલાઈ 2021ના રોજ લગ્ન કર્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. બિગબોસ 14 કંટેસ્ટેંટ અને ખતરો કે ખિલાડીના ગયા સિઝનમાં જોવા મળેલ સિંગર રાહુલ લગ્ન બાદથી ઘણો ચર્ચામાં છે. તે અને તેની પત્ની એટલે કે અભિનેત્રી દિશા પરમાર અવાર નવાર સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં બંનેને ફેમિલી પ્લાનિંગ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
રાહુલે કહ્યું, ‘મને કાલે જ જોઈએ છે, હું સાચું કહું છું. હું પહેલા દિવસથી બોલી રહ્યો છું અને જોરશોરથી પ્રયાસ કરી રહ્યો છું. રાહુલ આ બોલતાની સાથે જ દિશા તેની સામે તાકી રહી અને બોલી, સાંભળો, લગ્નને 7-8 મહિના જ થયા છે, આપણે રાહ જોવી જોઈએ. આ પછી રાહુલ કહે છે કે નિર્ણય સંપૂર્ણપણે દિશાનો છે. જ્યારે પણ તે બરાબર રીતે તૈયાર હોય. મારા મતે, આ નિર્ણય એક મહિલા માટે એક મોટા પડકાર જેવો છે કારણ કે તેનું આખું જીવન બદલાઈ જાય છે,
તેથી હું દિશાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવા માંગુ છું કે જ્યારે પણ તે ઈચ્છશે ત્યારે આ વાતને આગળ લઈ જશે. તમને જણાવી દઈએ કે દિશા બડે અચ્છે લગતે હૈં 2માં પ્રિયાની ભૂમિકામાં જોવા મળે છે. તેણે લગ્નના થોડા દિવસો પછી આ સિરિયલનું શૂટિંગ શરૂ કર્યું. જેના કારણે તે થોડા મહિના પછી રાહુલ સાથે હનીમૂન પર જઈ શકી હતી.