બિગબોસ કંટેસ્ટેંટ રાહુલ વૈદ્યની પત્ની દિશા પરમાર સિંપલ લુકમાં પણ લૂંટી ગઇ લાઇમલાઇટ, દીપિકા કક્કરના લુક પર ભારે પડી અભિનેત્રી

હવે એ જમાનો જતો રહ્યો છે જયાં ટીવીની વહુઓની વોર્ડરોબ ફેશન એકદમ ફિકસ્ડ હોતી હતી. બી-ટાઉન હસીનાઓની જેમ ટીવી અભિનેત્રીઓની સ્ટાઇલ સેંસ પણ ઘણી કિલર હોય છે. પરંતુ તેમના દેશી લુક્સ તો વધુ ગ્લેમર હોય છે. આવું અમે એમનેમ નથી કહી રહ્યા. પરંતુ સિંગર અને બિગબોસ ફેમ રાહુલ વૈદ્યની પત્ની દિશા પરમારની હાલ એવી તસવીરો વાયરલ થઇ છે, જે ખૂબસુરતીના બધા રેકોર્ડ તોડી રહી છે. તેની કાતિલ અદાઓ તો અભિનેત્રી દીપિકા કક્કર પર પણ ભારે પડી રહી છે.

દીપિકા કક્કર અને દિશા પરમારની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં બંને હસીનાઓ એક જ કલર-કોર્ડિનેશનનો સૂટ પહેરેલી જોવા મળી રહી છે. હા, એ વાત અલગ છે કે આ દરમિયાન દિશાનો લુક એવો હતો, જેનાથી આગળ દીપિકાની સ્ટાઈલ પણ ફિક્કી પડી.

દિશા પરમારના લુકની વાત કરીએ તો, અભિનેત્રીએ બ્લૂ અનારકલી સૂટ પહેર્યો હતો,દિશા પરમારે પોતાના માટે જે સેટ પસંદ કર્યો તેમાં હાફ સ્લીવ્ઝ સાથે ગોળાકાર નેકલાઇન હતી. આઉટફિટમાં કોઈપણ પ્રકારનું ભરતકામ નહોતું પરંતુ મેચિંગ દુપટ્ટાએ સમગ્ર દેખાવની શૈલીમાં જબરદસ્ત ઉમેરો કર્યો હતો.

દીપિકા કક્કરની વાત કરીએ તો અભિનેત્રીએ આ સૂટ સાથે પોતાના વાળ ખુલ્લાં રાખ્યા હતા. તેણે કાનમાં સિલ્વર રંગની મોટી ઇયરિંગ્સ સાથે તેનો લુક મેચ કર્યો હતો. દીપિકા કક્કર અને દિશા પરમાર બંનેનો લુક ઘણો જ ખૂબસુરત હતો પરંતુ ટીવીની સંસ્કારી વહુ દીપિકા કક્કર દિશા પરમાર સામે થોડી ફીક્કી પડી ગઇ. દિશા પરમારની આ તસવીરોએ લાઇમલાઇટ લૂંટી લીધી હતી.

Shah Jina