દિશા પટનીએ ડીપનેક ઓફ શોલ્ડર ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં બતાવ્યો હદથી વધારે બોલ્ડ અંદાજ…હુસ્નના દીવાના થયા ચાહકો

અડધી રાતે બાંદ્રાના રસ્તા પર નજર આવી દિશા પટની, ખૂબસુરત અને બોલ્ડ અંદાજમાં વધારી ચાહકોના દિલની ધડકનો

Disha Patani In Plunging Corset & Hot Pants : દિશા પટનીનો પહેલો મ્યુઝિક વીડિયો ‘ક્યોં કરું ફિકર’ રિલીઝ થઈ ગયો છે અને અભિનેત્રીએ આ ગીત સાથે ડિરેક્ટર તરીકે એન્ટ્રી લીધી છે. આ મ્યુઝિક વિડિયો રિલીઝ થયા બાદ દિશા હાલમાં બાંદ્રામાં એવા લુકમાં જોવા મળી કે તેને જોઈને ચાહકોના દિલના ધબકારા વધી ગયા.

રીવિલિંગ લુકમાં સ્પોટ થઇ દિશા પટની
જે તસવીરો સામે આવી છે તેમાં જોઇ શકાય છે કે અભિનેત્રી ગ્રે ઑફ-શોલ્ડર અને ડીપનેક ટોપ તેમજ ડેનિમ શોર્ટ્સમાં છે. આ લુકમાં તે કહેર વરસાવી રહી છે. દિશાની આ તસવીરોએ સામે આવ્યાની જ થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી. અભિનેત્રી તેના અત્યંત રિવિલિંગ લુકમાં જોવા મળી હતી. દિશાનો આ સેક્સી અને હોટ લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

ગ્રે ઑફ-શોલ્ડર ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં લાગી એકદમ બોલ્ડ
આ લુક સાથે દિશાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને મિનિમલ મેકઅપ કર્યો હતો. દિશા આ લુકમાં પોતાના ટોન ફિગર અને ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી લઈને ‘બાગી 2’ અને ‘બાગી 3’ સુધીની ફિલ્મોમાં જોવા મળેલી દિશા હવે બોલિવૂડમાં ઓછી સક્રિય છે. તે ગયા વર્ષે જોન અબ્રાહમ સાથે ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળી હતી.

આગામી ફિલ્મો
હાલમાં દિશા કરણ જોહરની ફિલ્મ ‘યોદ્ધા’ની તૈયારી કરી રહી છે, જેમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રાશિ ખન્ના છે. આ ફિલ્મ આ વર્ષે 15 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ સિવાય આગામી વર્ષે દિશા બે સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં જોવા મળશે. ફિલ્મો ઉપરાંત દિશા તેની અંગત લાઇફને લઇને છેલ્લા ઘણા સમયથી હેડલાઇન્સમાં છે.

પર્સનલ લાઇફને લઇને હાલ ઘણી ચર્ચામાં છે અભિનેત્રી
ટાઈગર શ્રોફ સાથે કથિત બ્રેકઅપ બાદ દિશાનું નામ આ દિવસોમાં એલેક્ઝાન્ડર સાથે જોડાઈ રહ્યું છે. હાલમાં જ એલેક્ઝાન્ડરે પોતાના હાથ પર દિશાના ચહેરાનું ટેટૂ પણ કરાવ્યું છે. દિશાએ પણ એલેક્ઝાન્ડરનો એક ફોટો ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી લખ્યુ- ‘આ વાત મારા દિલને સ્પર્શી ગઈ. હું ખૂબ નસીબદાર છું કે તમે મારા મિત્ર છો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina