“તારક મહેતા”ના જેઠાલાલના ઘરે વાગવાની છે ખુશીઓની શરણાઇ, દીકરીના લગ્નમાં સામેલ નહિ થાય તારક મહેતાની આ અભિનેત્રી

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના દર્શકોએ શોના બધા કલાકારોને ઘણો પ્રેમ આપ્યો છે. શોમાં જેઠાલાલ, દયાબેન અને ટપુના પાત્રને ઘણુ પસંદ કરવામાં આવે છે. ત્યારે શોના દર્શકોના શો સાથે જોડાયેલ દરેક કલાકારની રિયલ લાઇફથી પણ અપડેટ રહેવા માંગે છે. ત્યારે હાલ શોના જેઠાલાલ એટલે કે દીલિપ જોશીને લઇને ખબર આવી રહી છે કે તેઓ જલ્દી જ હવે સસરા બનવાના છે.

દીલિપ જોશીની દીકરી નિયતીના લગ્ન છે, તેમના ઘરે શરણાઇ વાગવાની છે. નિયતિના લગ્ન કોઇ બોલિવુડના લગ્નથી કમ નથી થવાના. લગ્નની બધી તૈયારીઓ મુંબઇની તાજ હોટલમાં થઇ રહી છે. જેઠાલાલ એટલે કે દીલિપ જોશી પોતે આ તૈયારીઓમાં જોડાયેલા છે. લગ્ન માટે તારક મહેતાની પૂરી ટીમ સાથે બોલિવુડ સેલેબ્સ અને ટીવીના ઘણા સ્ટાર્સને નિમંત્રણ આપાવમાં આવ્યુ છે.જેઠાલાલે દયાબેનને લગ્ન માટે આમંત્રણ પણ આપ્યું છે, પરંતુ તે આ લગ્નમાં હાજરી આપશે નહીં તેવા અહેવાલ છે.

દયાબેન એટલે કે દિશા વાકાણીએ દિલીપ જોશીનું આમંત્રણ સ્વીકાર્યું છે, પરંતુ તેમણે વિનમ્રતાપૂર્વક લગ્નમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો. જોકે, તેમણે દીકરી નિયતિને ઘણો પ્રેમ અને આશીર્વાદ મોકલ્યા છે. એવું માનવામાં આવે છે કે લગ્ન પહેલા તે ઘરે જશે અને મળશે. બાકીની તારક મહેતા ટીમ આ લગ્નનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, દિલીપ જોશી અને દિશા વાકાણી તરફથી આ સમાચાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

દિશા વાકાણી અને દિલીપ જોશી વચ્ચે સારી બોન્ડિંગ હોવા છતાં, દિશાએ નમ્રતાપૂર્વક આ ખાસ પ્રસંગનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે. જો કે, તેમણે દિલીપ જોશીની પુત્રીને ઘણો પ્રેમ અને આશીર્વાદ મોકલ્યા છે. તે તેને વ્યક્તિગત રીતે પણ મળી શકે છે, પરંતુ હાલમાં એવા અહેવાલો છે કે દિશા તેમાં સામેલ થશે નહીં.

Shah Jina