બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટનીએ બહુ જ ઓછા સમયમાં નામ કમાવી કમાવી લીધું છે. ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાં રહેનારી દિશાએ તેની નાની ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું છે.

દિશા પટનીનું સારું ફેન ફોલોઇંગ ધરાવે છે. દિશાની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ફરી એકવાર કંઈક આવું જ થયુ છે.

આ વખતે દિશાની તેના એક્સબોયફ્રેન્ડ પાર્થ સમથાન સાથેની જૂની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ક સમયે આ બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. પરંતુ અચાનક જ બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું.

જણાવી દઈએ કે,દિશા પટની એક સમયે ટેલિવિઝનના જાણીતા એક્ટર પાર્થ સમથાનને ડેટ કરી રહી હતી. પાર્થ એકતા કપૂરના શો કસોટી જિંદગીકીના લીડરોલમાં જોવા મળી રહ્યો છે. દિશા અને પાર્થ એકબીજાને લગભગ 1 વર્ષ સુધી ડેટ કર્યા બાદ અચાનક જ બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, દિશાને ખબર પડી ગઇ હતી કે પાર્થ તેમને ચીટ કરે છે. જે બાદ બંનેએ પોતાના સંબંધોનો અંત આણવાનું લાવવાનું નક્કી કર્યું હતું.

હાલ દિશા જ્યારે ટાઈગર શ્રોફના પ્રેમમાં છે ત્યારે તેની અને પાર્થની આ જૂની તસવીરો વાયરલ થઇ રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.