ફિલ્મ ‘મલંગ’ માં પોતાના બોલ્ડ અભિનયથી લોકોને દિવાના બનાવનારી અભિનેત્રી દિશા પટનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેના બોડીગાર્ડ અને ફોટોગ્રાફર વચ્ચે જોરદાર ધક્કા-મુક્કી થતી જોવા મળી રહી છે. આના કારણે લોકો દિશા પટનીને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
પાપારાઝીનો ભાગ હોવું એક ખૂબ મુશ્કેલ બાબત હોય છે. ફોટોગ્રાફરોએ આખો દિવસ માત્ર કેટલીક તસ્વીરો માટે બોલિવૂડ સ્ટાર્સની રાહ જોવી પડે છે અને કલાકો સુધી રાહ જોયા પછી કેટલાક ફોટોઝ ક્લિક કરીને લાવવા ખૂબ જ મુશ્કેલ બાબત હોય છે. આવામાં ક્યારેક તેમની સ્ટાર્સના બોડીગાર્ડ્સ સાથે ટક્કર પણ થઇ જાય છે. આવું જ થયું જયારે તાજેતરમાં દિશા પટનીના બોડીગાર્ડે ફોટોગ્રાફરને ધક્કો માર્યો અને બંને વચ્ચે બબાલ થઇ ગઈ.
View this post on Instagram
રવિવારની સાંજે દિશા ફિલ્મ જોવા જુહુના થિયેટર ગઈ હતી, થિયેટરથી બહાર આવીને દિશા ચુપચાપ પોતાની ગાડી આગળ વધી રહી હતી. ત્યારે બધા જ ફોટોગ્રાફર્સ તેમની તસ્વીરો લેવાની રાહ જોઈ રહયા હતા. એવામાં એક ફોટોગ્રાફર તેમની ગાડીના દરવાજા પાસે ઉભો હતો. આ ફોટોગ્રાફરને દિશાના બોડીગાર્ડે ધક્કો મારીને પાછળ કર્યો.
View this post on Instagram
ધક્કો મારીને પાછળ કરવાના કારણે ફોટોગ્રાફરને ગુસ્સો આવ્યો અને તેની બોડીગાર્ડ સાથે બબાલ થઇ ગઈ. જો કે કેટલાક લોકોએ વચ્ચે આવીને બચાવ કર્યો જેથી ત્યારે મામલો શાંત થઇ ગયો, પણ આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
દિશાના મેનેજરે આ પછીથી એ ફોટોગ્રાફરની માફી માંગી હતી પણ વિડીયો વાયરલ થયા બાદ લોકોએ દિશાના વર્તન પર પણ સવાલો ઉભા કર્યા છે. જો કે આ મામલો તે ફિલ્મ જોઈને નીકળી એ સમયનો છે. પણ જયારે તે ફિલ્મ જોવા થિયટરે પહોંચી હતી તો તે કેમેરા જોઈને ઝડપથી થિયેટરની અંદર ભાગી ગઈ હતી.
View this post on Instagram
જણાવી દઇએ કે થોડા સમય પહેલા દિશા પટની ડિરેક્ટર મોહિત સુરીની ફિલ્મ મલંગમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ સાથે કામ કર્યું હતું. હવે દિશા ટૂંક સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મ રાધે: ધ મોસ્ટ વોન્ટેડ ભાઈમાં કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન અને દિશા સાથે જેકી શ્રોફ, રણદીપ હૂડા અને ગૌતમ ગુલાટી કામ કરી રહ્યા છે. રાધે ફિલ્મ આ વર્ષે ઇદ પર રિલીઝ થશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.