ફેશનના નામ પર આ શું? બોલીવુડ અભિનેત્રીનું પર્સ જોઈને ફેન્સ ગોથે ચઢ્યા, કહ્યું કે માચિસની ડબ્બી જેટલું બેગમાં આ શું રાખ્યું છે?

ટાઇગર શ્રોફની મચ અવેટેડ ફિલ્મ હીરોપંતી 2 આજે થિયેટરમાં રીલિઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ ટાઇગર શ્રોફ અને તેના ચાહકો માટે ખૂબ જ ખાસ છે કારણ કે તેના પહેલા ભાગ દ્વારા જ ટાઇગર શ્રોફે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. હીરોપંતી 2માં તારા સુતરિયા અને નવાઝુદ્દીન સિદ્દીકીએ મહત્વની ભૂમિકા ભજવી છે. ગઈકાલે રાત્રે મુંબઈમાં હીરોપંતી 2ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન બોલિવૂડની ઘણી હસ્તીઓ ટાઈગર શ્રોફની ફિલ્મ જોવા માટે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

હીરોપંતી 2ની સ્ક્રીનિંગ દરમિયાન ટાઇગર શ્રોફની કથિત ગર્લફ્રેન્ડ દિશા પટની પણ જોવા મળી હતી. દિશા પટની આજકાલ મોટા પડદાથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેનો દબદબો છે. દિશા અવારનવાર પોતાના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. આ સાથે તે અભિનેતા ટાઈગર શ્રોફ સાથે સમય પસાર કરતી વખતે પણ ઘણી વખત જોવા મળે છે. 28 એપ્રિલના રોજ રાત્રે દિશા તેના કથિત બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફની નવી ફિલ્મ હીરોપંતી 2ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

આ ઈવેન્ટમાંથી દિશાનો એક વીડિયો સામે આવ્યો છે, જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.દિશા ક્યૂટ લવંડર કલરનો ડ્રેસ પહેરી હાથમાં મિની બેગ લઈને સ્ક્રીનિંગમાં પહોંચી હતી. તેનો લુક હોલીવુડ સિંગર એરિયાના ગ્રાન્ડેથી પ્રેરિત લાગતો હતો. દિશાએ આ શોર્ટ ડ્રેસ હાઈ હીલ્સ કેરી કરી હતી અને સાથે ખુલ્લા વાળને લહેરાવતી જોવા મળી હતી. પરંતુ એવા ઘણા યુઝર્સ હતા જેમને દિશાનો લુક પહેલા કરતા ઘણો અલગ જોવા મળ્યો. દિશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by POP Diaries (@ipopdiaries)

આ વીડિયોમાં તે પેપરાજી માટે પોઝ આપતી જોવા મળી રહી છે. ઘણા યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. મોટા ભાગના તેના લુક વિશે વાત કરે છે. એક યુઝરે લખ્યું, ‘આ પણ લિપ સર્જરી કરાવીને આવી છે.’ બીજાએ લખ્યું, ‘નોજ જોબે વાણી કપૂરની જેમ આનો ચહેરો પણ ખરાબ કરી દીધો.’ ત્રીજાએ લખ્યું, તમે તમારી નેચરલ બ્યુટી બગાડી દીધી. અન્ય યુઝરે લખ્યું, ‘તેના ચહેરાને શું થયું? હું તેને ઓળખી પણ ન શક્યો.

આ બધા વચ્ચે દિશાનું માચિસની ડબ્બી જેટલું બેગ લાઇમલાઇટ લૂંટી ગયુ. એક યુઝરે કોમેન્ટ કરી, ‘મને એ વિચારીને નવાઈ લાગે છે કે દિશા આ બેગમાં શું રાખશે ?’ અન્ય યુઝરે લખ્યું, ‘આ બેગમાં શું રાખ્યું હશે?’ અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, ‘હાથમાં ન હોત તો હવામાં ઉડી ગયું હોત.’ એક અન્ય યુઝરે લખ્યુ, ‘દિશાના હાથમાં કયું તાળું છે ?’ તેના પર્સ પર કોઈએ ધ્યાન આપ્યું ? એક યુઝરે કહ્યું હતું, ‘પર્સમાં શું છે? પાન મસાલાની પડીકી?’ ટાઇગર શ્રોફ અને તારા સુતારિયાની ફિલ્મ ‘હીરોપંતી 2’ના સ્ક્રીનિંગમાં દિશા આકર્ષણનું કેન્દ્ર બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ટાઈગર શ્રોફની કથિત ગર્લફ્રેન્ડ દિશા આ પ્રસંગે ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ લાગી રહી હતી. દિશાની ઘણી તસવીરો સામે આવી છે. અજય દેવગણની ‘રનવે 34’ અને ટાઈગર શ્રોફની ‘હીરોપંતી 2’ એક જ દિવસે એટલે કે 29 એપ્રિલે રિલીઝ થઈ છે. દિશા અને ટાઈગર શ્રોફ અવાર નવાર સાથે જોવા મળે છે. તેમના રિલેશનને લઇને ઘણી અફવાઓ પણ ઉડી ચૂકી છે. તેઓ વેકેશન પર પણ સાથે જતા હોય છે. પરંતુ ક્યારેય તેમના સંબંધો પર ખુલીને વાત નથી કરી.

Shah Jina