ખબર

જાણી લો- 1 ઓક્ટોબરથી પેટ્રોલ પંપ પર બંધ થશે આ ફૅસિલિટી

જે લોકો પેટ્રોલપંપ પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરે છે તેની માટે ખરાબ સમાચાર છે.પેટ્રોલપંપ પર ખરીદી કરતી વખતે ક્રેડિટ કાર્ડ પર હવે કોઈ છૂટ કે ડિસ્કાઉન્ટ નહીં મળે. લગભગ અઢી વર્ષ પહેલા ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી.

Image Source

અત્યાર સુધી સાર્વજનિક પેટ્રોલિયમ કંપનીઓ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 0.75 ટકાની છૂટ આપવામાં આવતી હતી. પરંતુ આ એવા 1 ઓક્ટોબર 2019થી બંધ કરી દેવામાં આવશે. દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા(એસબીઆઈ)એ તેના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને એસએમએસ મોકલીને જણાવ્યું હતું કે, પેટ્રોલપંપ પર કંપનીઓની સલાહ પર એક ઓક્ટોબરથી પેટ્રોલની ખરીદી પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર મળતી 0.75 ટકાની છૂટને બંધ કરવામાં આવશે.

Image Source

સરકારે 2016માં નોટબંધી બાદ પેટ્રોલિયમ કંપનીઓ જેબી કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ)માંથી પેટ્રોલની ખરીદી પર 0.75 ટકા ડિસ્કાઉન્ટનો આદેશ આપ્યો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.