ખતરામાં પૃથ્વી! આકાશમાંથી આવી રહી છે આફત, પરમાણુ બોમ્બ કરતા પણ વધુ મચી શકે છે તબાહી

623 ફૂટનો એસ્ટોરોઈડ આવી રહ્યો છે ધરતી પર, જો પૃ્થ્વી પર પડશે તો હજારો કિમીમાં સર્જાશે વિનાશ

વિશ્વ પર ફરી એકવાર એક મોટો ખતરો તોળાઈ રહ્યો છે. અવકાશમાંથી એક ખતરનાક આફત પૃથ્વી તરફ આવી રહી છે, જે પરમાણુ બોમ્બ કરતા પણ વધુ વિનાશ કરી શકે છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. અગાઉ વર્ષ 2018માં પૃથ્વી પર આવો જ ખતરો મંડરાઈ રહ્યો હતો.

તે સમયે લઘુગ્રહ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થઈ ગયો હતો. નાસાના એસ્ટરોઇડ ટ્રેકર અનુસાર, તે કુતુબ મિનાર કરતા અઢી ગણો લાંબો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો તે પૃથ્વી સાથે અથડાશે તો પરમાણું બોમ્બ કરતા પણ વધુ વિનાશ સર્જશે.

તેનું નામ એસ્ટરોઇડ 2018 AH છે. આ એસ્ટરોઇડ 190 મીટર (623 ફૂટ) લાંબો છે. નાસા એસ્ટરોઇડ ટ્રેકર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તે 27 ડિસેમ્બર, 2021ના રોજ પૃથ્વીની નજીકથી પસાર થશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તે પૃથ્વી સાથે અથડાવાની શક્યતા ઓછી છે. જો તે પૃથ્વી પર પડે છે, તો તે અણુ બોમ્બ કરતાં વધુ વિનાશનું કારણ બનશે.

એસ્ટરોઇડ 2018 AH પૃથ્વીથી 45 લાખ કિલોમીટર દૂરથી પસાર થશે અને વર્ષ 2018માં તે પૃથ્વીથી 2.96 લાખ કિલોમીટર દૂરથી પસાર થયો હતો. આ વખતે તે દૂર છે, પરંતુ જો તેની દિશામાં એક ડિગ્રી પણ બદલાવ આવે છે, તો તે પૃથ્વી માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.

વર્ષ 2018 માં, તે પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થયો હતો, જે દરમિયાન વૈજ્ઞાનિકોએ તેની શોધ કરી. આ એસ્ટરોઇડમાં પ્રકાશ નથી. તેથી જ વૈજ્ઞાનિકો તેના વિશે માહિતી મેળવી શક્યા નથી. આ ખૂબ જ ઘાટા રંગનો એસ્ટરોઇડ રાત્રે પસાર થયો હતો, તેથી તે દેખાયો ન હતો. વર્ષ 2018 થી અત્યાર સુધી આટલો મોટો કોઈ લઘુગ્રહ પૃથ્વી નજીક આવ્યો નથી.

પૃથ્વી પરનો છેલ્લો લઘુગ્રહ રશિયામાં વર્ષ 2013માં પડ્યો હતો, જેના કારણે ત્યાં ભારે વિનાશ થયો હતો. 17 મીટરનો એસ્ટરોઇડ રશિયાના વાયુમંડળમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે અનેક મકાનોને નુકસાન થયું હતુ અને અનેક લોકો ઘાયલ થયા હતા. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો એસ્ટરોઈડ 2018 AH કોઈ વિસ્તારમાં વિસ્ફોટ થશે તો હજારો કિલોમીટર સુધી વિનાશ થશે. તે હિરોશિમા-નાગાસાકી પર ફેંકાયેલા પરમાણુ બોમ્બ કરતાં વધુ વિનાશનું કારણ બનશે.

YC