હેલ્થ

છાશ ક્યારે અને કેવી રીતે પીવી જોઇએ, જાણો કઈ રીતે છાશથી થાય ગંભીર નુકસાન

ગુજરાતીઓનું ભોજન છાસ વગર અધૂરું છે. ઘણા લોકો ભોજનની સાથે અવનવા પીણાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ગુજરાતી લોકો તો મોટા ભાગે છાસનો જ ઉપયોગ કરતા હોય છે. ગુજરાતીઓનું જમણ ક્યારેય છાશ વિના પૂરું ન થાય, પછી એ બપોરનું ભોજન હોય કે રાત્રિનું, લગ્નનો જમણવાર હોય કે કોઈ બીજો નાનો-મોટો પ્રસંગ, છાશ વિના તો કોઈ જ જમણવાર પૂરું નથી થતું.

Image Source

છાસ એક એવુ પીણું છે કે,જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. પરંતુ ઘણા લોકો દિવસમાં ઘણીબધી વાર છાસનું સેવન કરતા હોય છે. જો છાસનું યોગ્ય સેવન કરવામાં ના આવે તો તે આડઅસર પણ કરે છે. આપણે અત્યાર સુધી છાસના ફાયદા વિષે જ ખબર હોય છે પરંતુ છાસના ગેરફાયદા પણ છે.

આવો જાણીએ છાસના ગેરફાયદા વિષે.

આપણે ગરમીની ઋતુમાં પાંચનતંત્ર માટે છાસ પીવી ફાયદેમંદ છે. છાસ શરીર માટે પોષ્ટીક તો છે પરંતુ તેના નુકસાન પણ છે.

Image Source

ઉનાળાની ઋતુમાં આપણે સામાન્ય રીતે એવી વસ્તુનું સેવન કરતા હોય છે જે શરીરના તાપમાનને સામાન્ય રાખે છે પરંતુ છાસનીતાસીર ઠંડી હોવાની સાથે ખાટી પણ હોય છે. ગરમીમાં છાસનું નિયમિત સેવન કેવું જોઈએ.

છાસ આસાનીથી પચી જાયે તેવી, ભૂખ ના લાગવી અને કબજિયાત જેવી સમસ્યા માટે લાભદાયક છે. છાસ હાડકા માટે નુકસાનકારક છે. છાસના સેવનને કારણે સાંધાના દુખાવામાં વધારો થાય છે. છાસનું વધુ પડતું દેવન કરવાથી માંસપેસીઓ અને નસોમાં લોહીનો અવરોધ પેદા કરે છે. છાસનું સેવન હંમેશા બપોરે 2 વાગે પહેલા એક ગ્લાસ જેટલું કરવું જોઈએ. આ બાદ છાસનું સેવન ના કરવું જોઈએ.

Image Source

જે લોકોને શ્વાસની તકલીફ હોય તે લોકોએ બિલકુલ છાસના પીવી જોઈએ અન્યથા તેની પરેશાનીઓમાં વધારો થાય છે. ઉનાળામાં પણ બહુ ઓછા પ્રમાણમાં છાસ પીવી જોઈએ. આ સિવાય જે લોકો ચાંદા અને રક્તસ્ત્રાવજન્ય રોગોથી પીડાતા હોય તેને કયારે પણ છાસનું સેવન ના કરવું જોઈએ. શ્વાસમાર્ગમાં સ્ત્રોતોરોધ થવાથી ઉધરસ, શ્વાસરોગ થઈ શકે છે. પિત્તપ્રકૃતિવાળાએ ખાટી હોય નહીં તેવી મોળી છાશ પીવી જોઈએ.

Image Source

આ સિવાય જે લોકોને છાતીમાં બળતરા થતી હોય, એસીડીટી હોય અથવા તો ખાટા ઓડકાર આવતા હોય તો એ લોકોએ છાસનું સેવન ટાળવું જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.