વાહ… આ ભાઈની મહેનત જોઈને તમને પણ વંદન કરવાનું મન થશે, બંને હાથ ના હોવા છતાં પણ લોકોના પેટની ભૂખ ઠારે છે, જુઓ વીડિયો

કોરોનાના કારણે ઘણા લોકોના નોકરી ધંધા છૂટી ગયા છે અને ઘણા લોકો બેકાર પણ બન્યા છે, ઘણા લોકોએ કોઈ નવું કામ પણ શરૂ કર્યું છે તો ઘણા લોકો હજુ કોઈ કામની આશામાં જ બેઠા છે. આપણે ઘણા એવા લોકોને જોયા છે જેમના હાથ પગ એકદમ સાજા હોવા છતાં પણ કોઈ કામ ધંધો નથી કરતા અને ઘણા લોકો એવા હોય છે કે જે વિકલાંગ હોવા છતાં પણ મહેનત કરે છે અને પોતાનો રોટલો પોતાની જાતે કમાય છે.

હાલ સોશિયલ મીડિયામાં એવા જ ખુદ્દાર અને મહેનતી યુવકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે કરોડો લોકો માટે પ્રેરણા સમાન છે, કારણે કે વીડિયોમાં જોવા મળી રહેલા વ્યક્તિના બંને હાથ ના હોવા છતાં પણ તે એવું કામ કરે છે જેને જોઈને આપણને પણ શરમ આવી જાય. આ વ્યક્તિએ બંને હાથ ના હોવા છતાં પણ હાર ના માની અને કામ કરી રહ્યો છે.

આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં એક વિકલાંગ વ્યક્તિ ગલીના ખૂણા પર ચાઉમિન બનાવતો જોઈ શકાય છે. તે પોતાનું કામ ખૂબ જ પ્રેમ અને ઈમાનદારીથી કરી રહ્યો છે. જેને જોઈને લોકો તેમના વખાણ પણ કરી રહ્યા છે. માત્ર 35 સેકન્ડના આ વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે.

હાલમાં આ વીડિયો ક્યાંનો છે અને આ વ્યક્તિની ઓળખ શું છે, તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આ વિકલાંગ વ્યક્તિની મહેનત જોઈને લોકોને તેના પર વિશ્વાસ થઈ ગયો છે. કેટલાક લોકો તેની મદદ કરવાની વાત કરી રહ્યા છે તો કેટલાકે કહ્યું કે જો તમે દૃઢ નિશ્ચય કરો તો દુનિયામાં બધું જ શક્ય છે.

Niraj Patel