‘મેં તેના કાનની નીચે લગાવી અને બહાર…’જ્યારે ડાયરેક્ટરે કપિલ શર્માને થપ્પડ મારીને સેટ પરથી કાઢી મુક્યો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇતિહાસ રચનારી ફિલ્મ એવી ‘ગદ્દર-એક પ્રેમ કથા’ આજે પણ દર્શકો જોવાનું પસંદ કરે છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી અને જલ્દી જ ફિલ્મનો બીજો ભાગ પણ તૈયાર થઇ જશે. ફિલ્મમાં સની દેઓલ,અમિષા પટેલ, અમરીશ પુરી જેવા દિગ્ગજ કલાકારો જોવા મળ્યાં હતા. જો કે આ વાત કોઈ જાણતું નહીં હોય કે આ ફિલ્મમાં કોમેડિયન કપિલ શર્મા પણ હિસ્સો રહ્યા હતા,  કપિલે આ ફિલ્મમાં નાનો એવો કિરદાર નિભાવ્યો હતો પણ ફિલ્મના ફાઇનલ કટમાં તેના સીનને હટાવી લેવામાં આવ્યો હતો.

કપિલ શર્મા પોતાના શો માં પણ આ વાતનો ઉલ્લેખ કરી ચુક્યો છે કે તેણે ગદ્દર ફિલ્મમાં કામ કર્યું હતું. આ સિવાય કપિલે ફિલ્મના એક્શન ડાયરેક્ટર ટીનુ વર્મા સાથે જોડાયેલો એક કિસ્સો પણ લોકોને જણાવ્યો હતો. કપિલે મુકેશ ખન્ના સામે વાતચીતમાં કહ્યું કે તેણે ડાયરેક્ટરને ખુબ હેરાન પરેશાન કર્યા હતા જેનાથી તંગ આવીને તેમણે કપિલને થપ્પડ મારી દીધી હતી.

ડાયરેક્ટરે કહ્યું હતું કે ફિલ્મના એક સીનમાં ભીડને ટ્રેનની તરફ ભાગવા માટે કહેવામાં આવ્યું હતું,જેવું જ તેમણે એક્શન બોલ્યું કે પુરી ભીડ ટ્રેન તરફ ભાગવા લાગી પણ એક છોકરો જે ઉલ્ટી દિશામાં ભાગવા લાગ્યો. અને તે બીજું કોઈ નહિ પણ કપિલ શર્મા હતો. તેણે કપિલને બોલાવ્યો અને કહ્યું કે તારા લીધે એક વધારે શોટ લેવો પડશે. બીજી વાર શોટ લેવામાં પણ કપિલે આવું જ કર્યું જેના બાદ ડાયરેક્ટરને ગુસ્સો આવી ગયો.

ત્યાર બાદ ડાયરેક્ટર પોતાનો કેમેરો છોડ્યો અને કપિલની પાછળ ભાગવા લાગ્યા અને તેને પકડીને કાનની નીચે થપ્પડ લગાવી દીધી. થપ્પડ મારીને ડાયરેક્ટરે કહ્યું કે આને બહાર કાઢો. જ્યારે સની દેઓલ કપિલ શર્મા શો માં આવ્યા ત્યારે પણ કપિલે આ વાત જણાવી હતી અને દરેક હાજર લોકો હસી પડ્યા હતા. કપિલે ત્યારે જણાવ્યું કે તેને લાગ્યું કે ઉલ્ટી દિશામાં ભાગવાથી તે ફિલ્મમાં હાઈલાઈટ થશે, પણ તેની આ તરકીબ તેને જ ભારે પડી ગઈ. કપિલ શર્મા એકવાર ફરીથી સપ્ટેમ્બર મહિનામાં પોતાનો શો લઈને આવી રહ્યો છે. આ સિવાય તે નંદિતા દાસની ફિલ્મમાં એક ફૂડ ડિલિવરી એજન્ટના કિરદારમાં પણ જોવા મળશે.

Krishna Patel