BREAKING: બોલિવુડના વધુ એક સેલિબ્રિટીનું થયુ નિધન, ઘણા સેલેબ્સે જતાવ્યુ દુ:ખ- જાણો

ફિલ્મ જગતથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવુડના મશહૂર કાસ્ટિંગ ડાયરેક્ટર સહર અલી લતીફનું સોમવારના રોજ મુંબઇમાં નિધન થઇ ગયુ છે. “ધ લંચ બોક્સ” જેવી મશહૂર ફિલ્મોમાં કાસ્ટિંગ કરી ચૂકી સહરની બંને કિડની ફેલ થઇ ગઇ હતી. તે બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થઇ ગયુ છે.સહરના નિધન પર બોલિવુડના મોટા મોટા સ્ટાર્સ અને ડાયરેક્ટરોએ શોક વ્યક્ત કર્યો છે.

સહરે “લંચબોક્સ “મોનસૂન શૂટઆઉટ” જેવી ફિલ્મો અને “ભાગ બિની ભાગ” જેવી વેહ સીરીઝ માટે કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ હતુ. વર્ષ 2020માં નેટફ્લિક્સ પર એક ફિલ્મ આવી હતી “મસ્કા”. સહર તે ફિલ્મના પ્રોડ્યુસર હતા. ફિલ્મના ડાયરેક્ટર નીરજ ઉધવાનીએ સહરના નિધનની ખબરને કન્ફર્મ કરી હતી.

“લંચબોક્સ”ની અભિનેત્રી નિમરત કૌરે તેમને યાદ કરતા શોક જતાવ્યો છે.તેને ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યુ છે કે, સૌથી વધુ દયાળુ લોકોમાંથી એક જે મુંબઇએ મને ગિફ્ટ કર્યુ. હજી પણ આ ન્યુઝને પ્રોસેસ કરવાની કોશિશ કરી રહી છું. તમને જીવનની બીજી સાઇડ મળશે.

 

View this post on Instagram

 

A post shared by Nimrat Kaur (@nimratofficial)

સહરે તેમના કરિયરની શરૂઆત એક કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે કરી હતી. તેમણે ઘણા પ્રોજેક્ટ્સ સાથે સાથે ઇંટરનેશનલ પ્રોજેક્ટ્સ માટે પણ કાસ્ટિંગ કરી. તેમણે અક્ષય કુમારની “ગોલ્ડ”માં એક એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ હતુ.

Shah Jina