પંચતત્વોમાં વિલીન થયા “ધૂમ” ફિલ્મના ડાયરેક્ટર સંજય ગઢવી, હાથમાં હાંડી લઈને દીકરીએ નિભાવ્યા તમામ રિવાજો, જુઓ તસવીરો

પંચતત્વોમાં વિલીન સંજય ગઢવી, “ધૂમ -2″ના ડાયરેક્ટરને તબ્બુથી લઈને આશુતોષ ગોવારિકર સુધી ભીની આંખોએ આપી અંતિમ વિદાય

Director Sanjay Gadvi funeral : ગતરોજ બોલીવુડમાંથી એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી હતી. બોલીવુડના ખ્યાતનામ ડાયરેક્ટર જેમને “ધૂમ” જેવી ફિલ્મ આપી હતી એવા સંજય ગઢવીનું 57 વર્ષની ઉંમરમાં છેલ્લા શ્વાસ લીધા. સંજય ગઢવી રવિવારે સવારે લોખંડવાલા બેકરોડમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમને તાત્કાલિક નજીકની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

મોર્નિંગ વૉક દરમિયાન આવ્યો હાર્ટ એટેક :

અહીં ડોક્ટરોએ સંજયને મૃત જાહેર કર્યો હતો. સોમવારે ફિલ્મ નિર્માતાના અંતિમ સંસ્કાર થયા જેમાં બોલિવૂડના ઘણા બધા સેલેબ્સ સામેલ થયા હતા. તાજેતરમાં જ ફિલ્મમેકરના પાર્થિવ દેહની કેટલીક તસવીરો સામે આવી છે. સંજયની દીકરી તેમના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ કરતી જોવા મળી હતી. બોલિવૂડ અભિનેત્રી તબ્બુ અને આશુતોષ ગોવારિકર પણ ધૂમ 2ના દિગ્દર્શકને વિદાય આપવા પહોંચ્યા હતા.

પંચતત્વોમાં વિલીન થયો પાર્થિવ દેહ :

સંજય ગઢવીનું રવિવારે અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમનાનિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા. અને ઇન્ડસ્ટ્રીમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો. તેઓ 57 વર્ષના હતા. સંજય ગઢવીના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવ્યા હતા અને આ સાથે જ ધૂમ 2ના દિગ્દર્શક પંચતત્વમાં વિલીન થયા હતા.

સેલેબ્સ આવ્યા શ્રધાંજલિ આપવા :

સંજય ગઢવીની અંતિમ યાત્રામાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સાથે અનેક ફિલ્મી હસ્તીઓએ હાજરી આપી હતી. બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુ પણ ધૂમ 2ના ડિરેક્ટરને અંતિમ વિદાય આપવા પહોંચી હતી. આ દરમિયાન તબ્બુ બ્લેક કલરના કપડામાં જોવા મળી હતી. અભિનેત્રીના ચહેરા પર ઘણી ઉદાસી દેખાતી હતી.

સોશિયલ મીડિયા દ્વારા પણ સ્ટાર્સે આપી શ્રધાંજલિ :

સંજય ગઢવીને વિદાય આપવા અન્ય ઘણા સેલેબ્સ પણ આવ્યા હતા. સંજય ગઢવીના અંતિમ સંસ્કારમાં જાણીતા ફિલ્મ મેકર આશુતોષ ગોવારીકરે પણ હાજરી આપી હતી. યશ રાજ ફિલ્મ્સ, પ્રીતમ, હૃતિક રોશન, જ્હોન અબ્રાહમ અને અભિષેક બચ્ચન સહિતના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને દિવંગત નિર્દેશકને શ્રદ્ધાંજલિ આપી હતી.

“ધૂમ” ફિલ્મથી મળી ઓળખ :

સંજય ગઢવીએ 2001માં ફિલ્મ ‘તેરે લિયે’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ પછી તેણે ‘મેરે યાર કી શાદી હૈ’, ‘કિડનેપ’, ‘અજબ ગજબ લવ’ અને ‘ઓપરેશન પરિંદે’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું. જોકે, તેને સૌથી વધુ ઓળખ ‘ધૂમ’ અને ‘ધૂમ 2’ પછી મળી હતી.

Niraj Patel