‘બાલિકા વધૂ’નો આ દિગ્ગજ અત્યારે ઘરે-ઘરે ફરી વેંચી રહ્યો છે શાક, જાણો વિગત
કોરોના કાળની અંદર ઘણા લોકોના માટે મોટી મોટી મુસીબતો આવી પડી છે. ઘણા લોકોની નોકરીઓ છૂટી ગઈ છે તો ઘણા લોકોના રોજગાર ધંધાઓ બંધ થઇ ગયા છે. આવી હાલત માત્ર સામાન્ય માણસની જ નથી પરંતુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ટીવી ઇન્ડસ્ટ્રીના પણ ઘણા લોકોના આવા હાલ છે.

ધારાવાહિક “બાલિકા વધુ”ના ડાયરેક્ટર રામવૃક્ષની પણ હાલમાં એવી જ હાલત થઇ ગઈ છે જેના કારણે તેમને શાકભાજીની લારી લઈને ઘરે ઘરે જઈ શકભાજી વેચી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું પડી રહ્યું છે.

આઝમગઢ જિલ્લાના નિઝામાબાદ કસ્બાના ફરહાબાદ નિવાસી રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ આવ્યા હતા. તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવા માટે ઘણી જ મહેનત કરી. પહેલા લાઈટ વિભાગમાં કામ કર્યું, ત્યારબાદ ટીવી પ્રોડક્શનના બીજા વિભાગોમાં પણ ભાગ્યને આજમાવ્યુ.

ધીમે ધીમે તેમનો અનુભવ વધતો ગયો અને તેમને નિર્દેશન કરવાનો અવસર મળ્યો. નિર્દેશનનું કામ રામવૃક્ષને પસંદ આવી ગયું અને તમને આ જ ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવવાનું નક્કી કરી લીધું. પહેલા ઘણી ધારાવાહિકમાં સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું. પછી એપિસોડ ડાયરેક્ટર અને યુનિટ ડાયરેક્ટરનું કામ કર્યું.

ત્યારબાદ તેમને ક્યારેય પાછળ વળીને ના જોયું. રામવૃક્ષે બાલિકા વધુમાં યુનિટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યારબાદ “ઇસ પ્યાર કો ક્યાં નામ દુ, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જુનિયર જી” જેવી ધારાવાહિકોમાં કામ કરવાનો અવસર મળ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેમના કામની પ્રસંશા થઇ તો તેમને ફિલ્મોમાં પણ કામ કરવાનો અવસર મળ્યો.

રામવૃક્ષે બોલીવુડમાં પણ ઘણા લોકો સાથે કામ કર્યું છે. આવનારા દિવસોમાં ભોજપુરી અને હિન્દી ફિલ્મોના કામ પણ તેમની પાસે છે, પરંતુ આ કોરોના મહામારીના કારણે તેમના બધા જ કામ અટકી ગયા છે. જેના કારણે પ્રોડ્યુસર પણ આર્થિક સંકટમાં છે. માટે કામ થોડા સમય પછી હજુ શરૂ થશે.

આ દરમિયાન જ તે પોતાના ગામમાં કોરોના સંક્ર્મણ પહેલા આવ્યા હતા. મુંબઈમાં તેમનું પોતાનું એક ઘર પણ છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે તે પરત ના ફરી શક્યા અને હવે આર્થિક હાલત એટલી ખરાબ થઇ રહી છે કે તેમને પોતાના પિતાના વ્યવસાયમાં જ ઝંપલાવવું પડ્યું છે. તેમના પિતા શાકભાજી વેચવાનો ધંધો કરતા હતા તો હવે રામવૃક્ષ શાકની લારી લઇ અને ઘરે ઘરે જઈ શાક વેચી રહ્યા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.