ખબર ફિલ્મી દુનિયા

કેદારનાથના ડાયરેક્ટર અભિષેક કપૂરનો ખુલાસો, કેવી રીતે સારા અલી ખાનના કારણે હેરાન રહેતો હતો સુશાંત સીન રાજપૂત

બોલીવુડના ખુબ જ પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ પોતાના જ ઘરમાં આત્મહત્યા કરીને બૉલીવુડ ઇન્ડસ્ટ્રી સામે ઘણા પ્રશ્નો ઉભા કરી આપ્યા છે. પોલીસ પણ સુશાંતની આત્મહત્યા કરવા પાછળનું કારણ શોધવામાં લાગી છે, બોલીવુડમાંથી પણ ઘણા અભિનેતાઓ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકોના નિવેદનો આવે છે જેના દ્વારા ઘણા બધા પોપડા ઉકેલાઈ રહ્યા છે.

Image Source

આ બધા વચ્ચે જ ફિલ્મ “કેદારનાથ”ડાયરેક્ટ અભિષેક કપૂરે પણ એક મોટો ચોંકાવનનારો ખુલાસો કર્યો છે. અભિષેકે જણાવ્યું છે કે “કેદારનાથના રિલીઝ પછી તે ખોવાયેલો ખોવાયેલો રહેતો હતો, કેદારનાથના શૂટિંગ દરમિયાન પણ તેને ઘણી જ ચિંતા હતી. કારણ કે મીડિયાએ તેના વિરુદ્ધ ઘણું બધું લખ્યું હતું. ફિલ્મની રિલીઝ પછી જે  રીતે સારા અલી ખાનને પ્રેમ મળ્યો હતો તેટલો સુશાંત સિંહ રાજપૂતને નહોતો મળ્યો.”

 

View this post on Instagram

 

A post shared by Abhishek kapoor (@gattukapoor) on

અભિષેકે આગળ પણ કહ્યું કે: “મેં તેની સાથે લગભગ દોઢ એક વર્ષ વાત નથી કરી, તેને પોતાનો નબમર લગભગ 50 વાર બદલ્યો છે. મને યાદ છે કે જ્યારે કેદારનાથ રિલીઝ થઇ હતી. ત્યારે મીડિયાએ સુશાંત ઉપર જ નિશાન સાધવાનું શરૂ કરી દીધું હતું. મને નહોતી ખબર કે શું થયું? સુશાંત એ વાત સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો કે તેને એ પ્રકારનો પ્રેમ નથી મળી રહ્યો, કારણ કે દરેક વ્યક્તિ સારા વિષે જ વાત કરતા હતા. તે મારી સાથે પણ વાત નહોતો કરતો. તે ખોવાયેલો ખોવાયેલો રહેતો હતો. મેં એને બીજીવાર મેસેજ કર્યો અને આ છેલ્લો મેસેજ હતો જે મેં એને કર્યો હતો.”

 

View this post on Instagram

 

A post shared by Abhishek kapoor (@gattukapoor) on

અભિષેકે સુશાંતને કરેલા મેસેજ વિષે જણાવ્યું હતું કે: “ભાઈ હું તારાથી જોડાવવાની કોશિશ કરી રહ્યો છું, મને નથી ખબર કે તમે ઉદાસ છો, વ્યસ્ત છો કે શું ? પરંતુ મારી સાથે વાત કરવા માટે મને કોલ કરો. અમે બીજીવાર એક શાનદાર ફિલ્મ બનાવી છે. જો આપણે આ ખુશીને નહિ ઉજવીએ તો કોણ ઉજવશે ?” અને બાદ મેં એને છેલો મેસેજ જાન્યુઆરીમાં મોકલ્યો હતો. તેને પોતાના જન્મ દિવસના દિવસે પણ મારા મેસેજનો જવાબ નહોતો આપ્યો, મને લાગ્યું એ ગયો છે, પણ આવશે. હું જોઈ શકતો હતો કે આ સારી જગ્યા નથી. પરંતુ તમે લાઈન ક્રોસ નથી કરી શકતા. પરંતુ તમે વધારે વસ્તુઓ કરી શકો છો, વધારે સલાહ આપીશું તો પોતાનું મહત્વ ખોઈ બેસીસું.”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.