Vastu Tips: ભૂલથી પણ આ દિશામાં ન રાખો તુલસીનો છોડ, ઘરમાં આવશે ગરીબી

આ દિવસે ક્યારેય પણ તુલસીના પાન ન તોડો, તુલસી માતા થશે નારાજ

આપણા હિન્દુ ધર્મામાં વૃક્ષો અને છોડને પણ પૂજનીય માનવામાં આવે છે. ભારતીય બહેનો અનેક વ્રત દરમિયાન પીપળાના વૃક્ષનું પૂજન કરે છે. તેવી રીતે આપણા શાસ્ત્રોમાં તુલસીના છોડને પણ પૂજનીય માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો તુલસીનો છોડ ઘરમાં હોય તો અનેક સમસ્યાનું નિરાકરણ આવી જાય છે. તુલસીનો છોડ ઘરમાં પોઝિટિવ ઉર્જા લાવે છે અને સુખ સમૃદ્ધિ પણ.

તમને જણાવી દઈએ કે તુલસીનો છોડ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા અપાવે છે. જો કે તુલસીના છોડને લઈને કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ ખુબ જરૂરી છે, નહીં તો માતા લક્ષ્મી નારાજ પણ થઈ શકે છે. એ તો એ તો આપણ બધા જાણીએ જ છીએ કે માતા લક્ષ્મી નારાજ થાય તો ઘરમાં ગરીબી અને સમસ્યાઓ આવે છે. તેથી તુલસીના છોડને લગતી કેટલીક વાતો છે જેની માહિતી આપણે રાખવી જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ.

યોગ્ય દિશામાં રાખો તુલસીનો છોડ
વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે તુલસીના છોડને યોગ્ય દિશામાં રાખવો જરૂરી છે. તુલસીના છોડને ખોટી દિશામાં રાખવાથી સમગ્ર પરિવાર પર મુસિબત આવે છે. આ અંગે વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તુલસીના છોડને ક્યારેય દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ. કારણ કે આ દિશા યમ અને પિતૃઓની હોય છે. તેથી લક્ષ્મીજી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. તુલસીના છોડને હંમેશા ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવો શુભ માનવામાં આવે છે. કેમ કે ઉત્તર દિશા કુબેરની હોય છે. આ દિશામાં તુલસીના છોડને રાખવાથી ખુબ પૈસા અને સમૃદ્ધિ મળે છે. આ ઉપરાંત વેપાર ધંધામાં પણ બરકત રહે છે.

આ નિયમોનું પણ કરો પાલન
તુલસીના છોડને યોગ્ય દિશામાં રાખવાની સાથે સાથે અન્ય કેટલાક નિયમોનું પણ પાલન કરવું જોઈએ. જે પ્રમાણે તુલસીના છોડને ક્યારેય રવિવારે અને એદાદશીના દિવસે જલ ન ચડાવવું જોઈએ. આ દિવસે માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે વ્રત રાખે છે. સાથે તુલસીના છોડને ક્યારેય ધાબા પર ન રાખો. આ ઉપરાંત તુલસીના છોડની આસપાસ ગંદકી પણ ન હોવી જોઈએ. એકાદશી અને અમાસના દિવસે ક્યારેય તુલસીના પાન ન તોડવા જોઈએ.

YC