ટીવીની સિમર બની માં, આપ્યો સુંદર બાળકનો જન્મ પણ થઇ પ્રિમેચ્યોર ડિલીવરી- જાણો બાબો આવ્યો કે બેબી

દીપિકા કક્કર-શોએબ ઇબ્રાહિમના ઘરે ગુંજી કિલકારી, થઇ પ્રીમેચ્યોર ડિલીવરી, જાણો બાબો આવ્યો કે બેબી

Dipika and Shoaib blessed with baby : ટીવીની દુનિયાના સૌથી ફેમસ કપલ શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કરના ઘરે નાના મહેમાનની કિલકારી ગુંજી ઉઠી છે. હાલમાં જ બંને પેરેન્ટ્સ બન્યા છે. શોએબે ખુદ પોસ્ટ દ્વારા આ ગુડ ન્યુઝ શેર કરી છે. શોએબે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે અભિનેત્રી દીપિકા કક્કરે પુત્રને જન્મ આપ્યો છે. આ સાથે તેણે અભિનેત્રીની ડિલિવરીનું અપડેટ પણ આપ્યું છે. દીપિકાએ આજે એટલે કે 21 જૂને પુત્રને જન્મ આપ્યો છે.

પોસ્ટમાં લખવામા આવ્યુ છે કે, ‘અલહમદુલિલ્લાહ, આજે 21 જૂન 2023ની સવારે અમારા ઘરમાં પુત્રનો જન્મ થયો છે. આ પ્રીમેચ્યોર ડિલિવરી છે. પરંતુ, ગભરાવાની કોઇ વાત નથી. બસ પ્રાર્થના અને આશીર્વાદ બનાવી રાખો.’ શોએબ અને દીપિકાના માતા-પિતા બનવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. બંનેના ફેન્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. જણાવી દઈએ કે, દીપિકા કક્કરે જાન્યુઆરી 2023માં પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી.

તેણે પોતાના વ્લોગ દ્વારા માહિતી આપી હતી કે ડોક્ટરે તેને જુલાઈના ત્રીજા કે ચોથા સપ્તાહની તારીખ આપી છે. પરંતુ, દીપિકાના રાજકુમારે એક મહિના પહેલા જ આ દુનિયામાં પગ મૂકી દીધો. સારી વાત એ છે કે પ્રીમેચ્યોર ડિલિવરી પછી પણ દીપિકા અને બાળક બંને સારા છે. દીપિકા અને શોએબ બંને ટીવી જગતના જાણીતા સેલિબ્રિટી કપલ છે. રીલ લાઈફની જેમ જ દીપિકા રિયલ લાઈફમાં પણ ખૂબ સંસ્કારી છે, તે પોતાનો બધો સમય પોતાના પરિવારને આપે છે.

હવે ઘરમાં આટલી મોટી ખુશીઓ આવ્યા બાદ કપલનો આખો પરિવાર ખુશીથી છલકાઇ ઉઠ્યો છે. દીપિકા અને શોએબે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ પોસ્ટ શેર કરીને ચાહકોને ગુડ ન્યુઝ આપી હતી. જણાવી દઇએ કે, અભિનેત્રી હોવાની સાથે દીપિકા યુટ્યુબ વ્લોગ દ્વારા વ્લોગર પણ બની છે. અભિનેત્રી તેના વ્લોગ દ્વારા સતત તેના સ્વાસ્થ્ય અપડેટ્સ અને ગર્ભાવસ્થા વિશેની માહિતી આપતી હતી.

જણાવી દઈએ કે થોડા મહિનાઓ પહેલા ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લેવા પર દીપિકા ખૂબ ગુસ્સે થઈ ગઇ હતી. જે બાદ એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેની વાતની ગેરસમજ થઈ હતી. હું ફક્ત મારા બાળક સાથે થોડો સમય વિતાવવા માંગુ છું, ભવિષ્યમાં જો કોઈ સારો પ્રોજેક્ટ મારા માટે આવશે તો હું ચોક્કસ તેના પર કામ કરીશ.

Shah Jina