મનોરંજન

ઝાડની નીચેના ચબુતરા ઉપર બેસીને આ રીતે રામ અને સીતા સાથે સીન વિષે ચર્ચા કરતા હતા રામાનંદ સાગર

દેશમાં લોકડાઉનની જાહેરાત થતા જ લોકોને ઘરેબેઠા આનંદ મળી રહે એ હેતુથી ટેલિવિઝન જગતની સૌથી લોકપ્રિય ધારાવાહિક રામાયણનું પુનઃ પ્રસારણ શરૂ કરવામાં આવ્યું હતું જેને જોઈને દર્શકોમાં ખાસો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ત્યારે રામાયણના અભિનેતાઓ અને રામાયણના કેટલાક દૃશ્યો વિષે નવી નવી જાણકારી મળવા લાગી, એવી જ એક જાણકારી રામાયણના એક દૃશ્ય વિષે જણાવા મળી જેમાં રામાયણના રચિયતા રામાનંદ સાગર એક ઝાડ પાસેના ચબુતરા ઉપર બેસીને રામ અને સીતાને દૃશ્યો સમજાવતા જોવા મળી રહ્યા હતા.

રામાયણમાં સીતાનો અભિનય કરનાર અભિનેત્રી દીપિકા ચીકલીયા આ ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો જેમાં જોવા મળે છે કે રામાનંદ સાગર એક પુસ્તકમાંથી રામ અને સીતાને રામાયણના કેટલાક દૃશ્યોની સમજ આપી રહ્યા છે જયારે લક્ષ્મણ, ભારત અને શત્રુજ્ઞ પાછળ ઉભા ઉભા તેમને નિહાળી રહ્યા છે.

Image Source

દીપિકા ચીખલીયા રામાયણના પુનઃ પ્રસારણને લઈને ખુબ જ ઉત્સાહિત પણ જોવા મળી છે, તેમને ઘણા ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. સાથે રામાયણના દરેક ભાગનું પ્રસારણ પૂર્ણ થયા એક ભાવુક પોસ્ટ પણ કરવામાં આવી હતી.

Image Source

રામાયણના પ્રસારણ બાદ હવે દૂરદર્શન ઉપર ઉત્તર રામાયણનું પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. રામાયણને લઈને દર્શકો પણ ખાસ ઉત્સાહિત જોવા મળ્યા હતા, રામાયણના પ્રસારણે ટીઆરપીના દરેક રેકોર્ડ પણ પોતાને નામ કરી લીધા છે.

Image Source

રામાયણના પુનઃ પ્રસારણમાં રામાયણના ઘણા દૃશ્યોને કાપી નાખવામાં આવ્યા હતા, આ વાત સાંભળીને દીપિકા ખુબ જ આશ્ચર્યમાં પણ પડી ગઈ હતી. તો કેટલાક દૃશ્યોને એડિટ કરીને પણ બતાવવામાં આવ્યા છે.

Image Source

રામાયણના પુનઃ પ્રસારણમાં ભારત કૈકઈ મિલન, અરાવણ વધ, રાવણ-લક્ષ્મણ વચ્ચેના દૃશ્યો, અયોધ્યા નિવાસીઓ દ્વારા રામનું સ્વાગત, મુગુટ સમારંભની તૈયારી જેવા દૃશ્યો કાપી નાખવામાં આવ્યા હતા.

કેમેરાની સામે રામ અને રાવણની દુશમની. કેમેરાની પાછળ અરુણ ગોવિલ અને અરવિદ ત્રિવેદી હાથ મિલાવતા નજરે ચડે છે.

Image source

અરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયા શૂટિંગ દરમિયાનની કંઈક ક્ષણ.

Image source

દીપિકા સાથે જોવા મળ્યા ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.

Image source

લક્ષમણનો રોલ કરનાર સુનિલ લહરીની પહેલી ફિલ્મ ‘નક્સલી’.જેમાં મિથુન ચક્રવતી અને સ્મિતા પાટીલ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

Image source

શૂટિંગ સિવાય પણ અરુણ ગોવિલ મોટા ભાઈ લાગી રહ્યા છે. સુનિલના ગાલ પર કંઈક ઠીક કરી રહ્યા છે. બંને ભાઈ કુલ લાગી રહ્યા છે.

Image source

રામાનંદ સાગર કોઈ સીનની ઊંડાળપૂર્વક ચર્ચા કરી રહ્યા છે.

Image source

હનુમાનનો રોલ કરનાર દારા સિંહ તેના દીકરા સાથે મસ્તી કરતા નજરે ચડે છે.

Image source

‘રામાયણ’ સિરિયલના કલાકારોનો આ ગ્રુપ ફોટો તો બને જ છે. જે પૈકી કોને-કોને તમે ઓળખો છો ?

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.