દીપિકાએ ધર્મની દીવાલ તોડીને અભિનેત્રીએ કર્યા હતા લગ્ન..શૂટિંગ કરીને આવી દીપિકા જોડે રોમાંસ કર્યો પતિ શોએબે- જુઓ
પ્રખ્યાત ટીવી ધારાવાહિક ‘સસુરાલ સિમર કા’થી પ્રખ્યાત થયેલી અભિનેત્રી દીપિકા કક્કર શૂટિંગ પુરુ કરીને તેના ઘરે પહોંચી તે દરમ્યાન તેના પતિ શોએબ ઇબ્રાહિમે ગુલાબની પાંખડીઓ પાથરીને તેનું સ્વાગત કર્યું અને તેના માટે પોતાના હાથેથી તેનું મન પસંદ જમવાનું પણ બનાવ્યું હતું.
તેમજ કપલનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં શોએબ દીપિકા જોડે રોમાન્સ કરતો નજર આવી રહ્યો છે. વીડિયોમાં શોએબ દીપિકા સાથે રોમાંસ કરતા એક ગીત પણ ગાઈ રહ્યા છે. તેની સાથે જ ખુબ જ પ્રેમથી દીપિકાના ગાલ ખેંચતા નજર આવી રહ્યા છે.
શોએબ-દીપિકાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. દીપિકા આવી તો શોએબે તેના લિવિંગ રૂમમાં લાલ ગુલાબ અને લાઈટથી ‘આઈ મિસ્ડ યૂ’ લખ્યું હતું. દીપિકા જેવી જ ઘરમાં દાખલ થાય છે તેના પર ફૂલોનો વરસાદ થવા લાગે છે.
દીપિકાના સ્વાગત માટે શોએબ ઇબ્રાહિમે ઘર જ નહિ પરંતુ તેની પત્ની માટે એક સ્પેશ્યિયલ ડીશ પણ બનાવી હતી જે દીપિકાને ખુબ જ પસંદ હતી. શોએબે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેની પત્ની સાથે તેને ભાવતી ડીશ કેરીનો રસ અને પુરી બનાવતા નજર આવ્યા હતા.
થોડાક દિવસ પહેલા સવાલ જવાબ સેશન દરમ્યાન એક વ્યક્તિએ શોએબ ઇબ્રાહિમને તેની પત્ની દીપિકાનો ધર્મ પૂછ્યો હતો. તે વ્યક્તિએ તેના સવાલમાં કહ્યું કે, મને જણાવો કે તમારી પત્ની હિન્દુ છે કે મુસ્લિમ ?
જવાબમાં શોએબે કહ્યું કે – વ્યક્તિ સારી છે શું એટલું બરોબર નથી ?. શોએબના આ જવાબની ચાહકોએ ખુબ જ પ્રશંસા કરી હતી. ટીવી ધારાવાહિક ‘સસુરાલ સિમર કા’ના સેટ પર મિત્ર બનેલા શોએબ અને દીપિકા 2013થી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. 5 વર્ષના ડેંટીગ પછી કપલે એક થવાનું નક્કી કર્યું. બંનેએ 22 ફેબ્રુઆરી,2018ના રોજ શોએબના વતન મૌહદા(કાનપુર જોડે)માં લગ્ન કર્યા હતા.
જોકે લગ્ન પછી દીપિકાના ધર્મ બદલાવને લઈને ઘણી વાતો થઇ હતી, પણ શોએબ-દીપિકાએ એ વાતો પર ક્યારેય ધ્યાન આપ્યું નહિ. દીપિકાના આ બીજા લગ્ન છે. દીપિકાએ કો- એક્ટર રૌનક સૈમસન જોડે વર્ષ 2009માં પહેલા લગ્ન કાર્ય હતા. રિપોર્ટના પ્રમાણે બંને વચ્ચે ઝઘડો શોએબના લીધે થયો હતો. બંને જાન્યુઆરી 2015માં અલગ થયા હતા.
શોએબે તેના પરિવારના સભ્યોની હાજરીમાં દીપિકાને ‘નચ બલિયે’ના સેટ પર લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. તે દરમ્યાન શોએબે ખુબ જ રોમેન્ટિક અંદાજમાં ઘૂટણ પર બેસીને દીપિકાને પ્રપોઝ કર્યું હતું, જેને જોઈ દીપિકાએ હા પડી હતી.
View this post on Instagram