દીપિકા કક્કર કરોડોની માલકિન હોવા છત્તાં આજે પણ જીવે છે સાધારણ જીવન, ધર્મ બદલીને કર્યા હતા બીજા લગ્ન

ધર્મની દીવાલ તોડીને દીપિકાએ શોએબ સાથે કર્યા લગ્ન, હવે જીવે છે આવી જિંદગી…

ટીવીની મશહૂર અભિનેત્રી દીપિકા કક્કર આજે લગભગ 7થી 37 કરોડ રૂપિયાની માલકિન છે. પરંતુ કરોડો રૂપિયાની માલકિન હોવા છત્તાં તે હાઇફાઇ લાઇફસ્ટાઇલ જીવવાની જગ્યાએ પરિવાર સાથે સાધારણ જીવન જીવવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે દીપિકા ડિઝાઇનર ડ્રેસની જગ્યાએ સલવાર સૂટ પહેરવો પસંદ કરે છે.

તેના યૂટયૂબ ચેનલ પર પણ વધારે પરિવાર સાથે સમય વીતાવતા અને તેમના માટે જમવાનું બનાવતી જોવા મળે છે. દીપિકાએ અભિનેતા શોએબ સાથે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ તે બંનેએ નિકાહ કરવાનો નિર્ણય લીધો હતો. નિકાહ માટે દીપિકાએ ઇસ્લામ ધર્મ કબૂલ્યો હતો અને તેનું નામ ફૈઝા રાખવામાં આવ્યુ હતુ.

જો કે, આ નામને તે પ્રાઇવેટ રાખે છે. લોકો તેને દીપિકાના નામથી જ ઓળખે છે. ફેમસ ટીવી ધાારાવાહિક “સસુરાલ સિમર કા”માં સિમરનો રોલ પ્લે કરી ઘરે ઘરે જાણિતી થયેલ અભિનેત્રી દીપિકા આજે 35 વર્ષની થઇ ગઇ છે. તેનો જન્મ 6 ઓગસ્ટ 1986ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં થયો હતો.

તેણે વર્ષ 2010માં ટીવી શો “નીર ભરે તેરે નૈના દેવી”થી કરિયરની શરૂઆત કરી હતી. તેમાં તેણે લક્ષ્મીનો રોલ પ્લે કર્યો હતો. સલમાન ખાનના પોપ્યુલર રિયાલિટી શો “બિગબોસ 12″ની ટ્રોફી તેણે તેના નામ કરી હતી. ત્યાર બાદ તે “અગલે જન્મ મોહે બિટિયા ન કીજો”માં નજર આવી, પરંતુ તેને ઘરમાં ઘરમા ઓળખ સિમરનો રોલ પ્લે કરીને મળી હતી.

રીપોર્ટ્સ અનુસાર, દીપિકાએ વર્ષ 2011માં રોનક સૈમસન સાથે લગ્ન કરી લીધા હતા. જે એક પાયલટ છે. જોકે, તેના લગ્ન લાંબા સમય ન ચાલ્યા અને 4 વર્ષ બાદ જાન્યુઆરી 2015માં છૂટાછેડા થઇ ગયા. રોનક સાથે અલગ થયા બાદ તેની મુલાકાત શોએબ ઇબ્રાહિમ સાથે થઇ. શોએબ ટીવી ધારાવાહિક સસુરાલ સિમર કામાં કામ કરતા હતા.

પહેલી મુલાકાત બાદ તેમની મિત્રતા ધીરે ધીરે પ્રેમમાં બદલાઇ ગઇ. તેઓએ લગભગ  5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. શોએબ અને દીપિકા બંને નચ બલિયેમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન પરિવારની હાજરીમાં સેટ પર જ રોમેન્ટિક અંદાજમાં લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ.

22 ફેબ્રુઆરી 2018ના રોજ શોએબના હોમટાઉન મૌદહા જે કાનપુર પાસે છે, ત્યાં કપલે લગ્ન ક્રયા હતા. લગ્ન માટે દીપિકાએ ઇસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. તેણે લગ્ન બાદ શોએબ અને સાસરાવાળા સાથે ઇદ પણ મનાવી હતી. લગ્ન બાદ દીપિકાના  ધર્મ બદલવાને લઇને લોકોએ સવાલ પણ ઉછાવ્યા હતા. પરંતુ તે બંનેએ આ વાતોને કોઇ મહત્વ ન આપ્યુ.

Shah Jina