‘સસુરાલ સિમર કા’ ફેમ દીપિકા કક્કરના પરિવારના આ ખાસ સભ્યનું થયુ નિધન, રડતા રડતા દુ:ખ કર્યુ વ્યક્ત

ટીવી ધારાવાહિત ‘સસુરાલ સિમર કા’માં કામ કરી ચુકેલી અભિનેત્રી દીપિકા કક્કર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. દીપિકાએ રડતાં રડતાં પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. દીપિકા અને શોએબ ઈબ્રાહિમે તેમના સૌથી પ્રિય ડોગને ગુમાવી દીધું છે. દીપિકાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે રડતી જોવા મળી રહી છે. વીડિયોમાં દીપિકાએ જણાવ્યું કે તેના ડોગની તબિયત છેલ્લા એક વર્ષથી ખરાબ હતી પરંતુ તેની સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ અચાનક બે દિવસ પહેલા તેની તબિયત લથડી અને તે બચી ન શક્યો.

દીપિકા કક્કરે જણાવ્યું કે તેનો કૂતરો છેલ્લા એક વર્ષથી સ્વસ્થ નથી. કડલે અંતિમ શ્વાસ લીધા તે દિવસ સુધી તે મુશ્કેલીઓનો સામનો કર્યો અને હાર ન માની. દીપિકાએ એ પણ ખુલાસો કર્યો કે તેને કેવી રીતે ખબર ન હતી કે તેની તેના ડોગ સાથેની આ છેલ્લી તસવીર હશે. આ હૃદયદ્રાવક સમાચાર શેર કરતા અભિનેત્રી દીપિકાએ લખ્યું, ‘તેનું નિધન થઈ ગયું છે’.

દીપિકા કક્કરે તેના કેપ્શનમાં લખ્યું, ‘મને ક્યારેય ખબર નહોતી કે તેની સાથે આ મારી છેલ્લી તસવીર હશે. હું તેને ડોક્ટર પાસે લઈ ગઇ તે પહેલા બરાબર એક દિવસ હતો. તે એક્સ-રે રૂમમાંથી બહાર આવ્યો અને મેં તેને ગળે લગાડ્યો જેથી તે ગભરાઈ ન જાય… છેલ્લા 1 વર્ષથી તેની તબિયત સારી નહોતી. છેલ્લા 2-3 દિવસમાં વસ્તુઓ મુશ્કેલ બની છે. છેલ્લો દિવસ ખૂબ જ જટિલ હતો.

છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત થોડી વધુ લથડી હતી. તેને નેબ્યુલાઈઝર પણ આપવામાં આવ્યું હતું. તે પછી બીજા દિવસે અમે તેને ડૉક્ટર પાસે લઈ ગયા. પરંતુ ડૉક્ટરે કહ્યું કે હવે તે સાજો થઈ શકશે નહીં, કારણ કે તેનો અસ્થમા ખૂબ વધી ગયો છે. ખૂબ જ શાંતિથી તે ગઈકાલે રાત્રે અમારી સાથે સૂઈ ગયો હતો, પરંતુ બપોરે 3 વાગ્યા પછી તેની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી. જ્યારે હું તેને ડૉક્ટર પાસે લઈ ગઇ ત્યારે તેણે તેને ઓક્સિજન અને ઈન્જેક્શન આપ્યા. પરંતુ તેની તબિયતમાં સુધારો થયો ન હતો અને પછી રાત્રે 3 વાગ્યે તે અમને છોડીને ચાલ્યો ગયો.

શોએબે રડતા કહ્યું કે આખા મુંબઈમાં પાલતુ પ્રાણીઓ માટે માત્ર બે હોસ્પિટલ છે, જે 24 કલાક ખુલ્લી રહે છે. પરંતુ તેણે અમને તેને બીજે ક્યાંય લઈ જવાની તક આપી નહીં. તે દિવસે હું રસોડામાં ચિકન બનાવી રહ્યો હતો અને તે મારી આસપાસ હતો. તે થોડો ગભરાઈ રહ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

દીપિકા અને શોએબે કહ્યું- જેની પાસે જીવન છે, તે એટલું જ જીવે છે. પરંતુ હવે આપણા માટે સૌથી મુશ્કેલ બાબત એ હશે કે આપણે તેના વિના જીવવાની ટેવ કેવી રીતે પાડીએ. 4 દિવસ પછી તેનો જન્મદિવસ છે. અમે તેની ઉજવણી કરતા હતા પરંતુ આ વખતે… આ કહેતી વખતે શોએબ અને દીપિકા રડી પડ્યા. દીપિકા કક્કરે કહ્યું- અમને સામાન્ય થવામાં થોડો સમય લાગશે, કારણ કે આ ઘરના દરેક ખૂણામાં તેની યાદો છે. આ માટે અમને તમારી મદદની જરૂર છે. કારણ કે આપણે ધીરે ધીરે આગળ વધીશું પણ તેની ઉણપ કોઈ પુરી નહિ કરી શકે. કોઈ તેની બદલી ન હોઈ શકે.

Shah Jina