દીપિકા કક્ક્ડના જન્મદિવસને ખાસ બનાવવા માટે દુબઇ પહોંચ્યો પતિ શોએબ ઈબ્રાહીમ, ધમાકેદાર પાર્ટી આપી જુઓ

દુબઈમાં કરોડોની લિમોઝીનમાં રોમાન્સ, શોએબ ઈબ્રાહીમે પત્ની દીપિકાનું દિલ ખુશ કરી દીધું, ધમાકેદાર પાર્ટી આપી જુઓ

ટીવી અભિનેત્રી દીપિકા કક્ક્ડ અને શોએબ ઈબ્રાહીમ ઇન્ડસ્ટ્રીના ક્યૂટ અને રોમેન્ટિક કપલમાંના એક છે. બંનેના લગ્ન થયાને ઘણા વર્ષો વીતી ચુક્યા છે છતાં પણ આજે બંને એકબીજા પર પ્રેમ લૂંટાવતા જોવા મળે છે. એવામાં દીપિકાના જન્મદિવસને ખાસ બનાવવા માટે પતિ શોએબ તેને સરપ્રાઈઝ આપવા માટે દુબઇ પહોંચ્યો હતો. જ્યાં ખુબ જ શાનદાર રીતે દીપિકાના જન્મદિવસની ઉજવણી કરી હતી, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે.

આ ખાસ અવસર પર શોએબે દીપિકાને એક પછી એક ઘણી સરપ્રાઈઝ આપી હતી. દીપિકાના જન્મદિવસની લગ્ઝુરિયસ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. કપલ દુબઈમાં વેકેશનની મોજ માણી રહ્યું છે. શોએબે જન્મદિવસની તસવીરો પોતાના એકાઉન્ટ પર શેર કરી છે જેમાં કપલ ખુબ જ ખુશ દેખાઈ રહ્યું છે.

સામે આવેલી તસ્વીરોમાં દીપિકા બુર્જ ખલીફાની રેસ્ટોરેન્ટમાં કેક કટિંગ કરતી દેખાઈ રહી છે. તસ્વીરોમાં દીપિકા હંમેશાની જેમ કુર્તા-પાયજામા અને દુપટ્ટામાં દેખાઈ રહી છે જયારે શોએબ બ્લેક ટીશર્ટ પહેરેલો દેખાઈ રહ્યો છે. તસવીરો શેર કરીને શોએબે દીપિકા માટે સુંદર કેપ્શન પણ લખ્યું છે. તસ્વીરમાં કપલ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે અને એક તસ્વીરમાં શોએબ દીપિકાના માથા પર કિસ કરતો પણ દેખાઈ રહ્યો છે.

આ સિવાય શોએબે દીપિકાને દુબઈમાં લગ્ઝરી લિમો કારની સવારી પણ કરાવી છે. આવું સુંદર સરપ્રાઈઝ જોઈને દીપિકા પણ હેરાન રહી ગઈ હતી. વીડિયોમાં બંને કારમાં બેઠેલા છે અને કાર ફુગ્ગાઓથી ભરેલી છે, આ સમયે શોએબ દીપિકાને સુંદર ગિફ્ટ્સ પણ આપે છે. એક તસ્વીરમાં કપલ બુર્જ ખલિફાની સામે ઉભા રહીને પણ પોઝ આપે છે, દીપિકાના હાથમાં અનેક શોપિંગ બેગ્સ દેખાઈ રહી છે જેન જોઈને લાગી રહ્યું છે કે દીપિકાએ દુબઈમાં મન ભરીને શોપિંગ કરી છે.

કપલે કેમેરા સામે ઘણા સુંદર પોઝ આપ્યા અને એ કહેવું ખોટું નથી કે દીપિકાના જન્મદિવસને ખાસ બનાવવા માટે શોએબે પાણીની જેમ પૈસા વહાવ્યા છે. દીપિકા-શોએબની તસવીરો ચાહકોએ ખુબ પસંદ કરી છે અને ચાહકોની સાથે સાથે ઇન્ડસ્ટ્રીના લોકો પણ દીપિકાને જન્મદિવસની શુભકામના આપી રહ્યા છે.

દીપિકાએ સસુરાલ સિમરકા ટીવી શોમાં સિમરનું પાત્ર ભજવિને ઘરે ઘરે ઓળખ મેળવી હતી. આ શો દ્વારા તેને ખુબ નામના અને સફળતા મળી હતી. દીપિકા બિગબોસનો પણ હિસ્સો રહી ચુકી છે અને તે વિનર પણ બની હતી. આ સિવાય દીપિકા નો શો કહા હમ કહા તુમ પણ હિટ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

દીપિકા-શોએબે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા, બંનેએ ખુબ મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ એકબીજાનો સાથ મેળવ્યો છે. દીપિકા પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા પોતાના પરિવાર અને પર્સનલ જીવન વિશેની વાતો શેર કરતી રહે છે. બંનેની જોડી ટીવીની સૌથી પ્રેમાળ અને ક્યુટ જોડીમાંની એક માનવામાં આવે છે.

Krishna Patel