રામાયણની સીતાનુ આવું મોર્ડન રૂપ કયારેય નહિ જોયુ હોય, અસલ જીવનમાં દેખાય છે આવા,જુઓ શાનદાર તસવીરો

ટીવીની પ્રખ્યાત ધાર્મિક સીરિયલ ‘રામાયણ’ વર્ષો પછી પણ લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી ચુકી છે. ગયા વર્ષે લોકડાઉનમાં તેનું ફરી પ્રસારણ થયું હતું, જેના કારણે સિરિયલના તમામ કલાકારો ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા. ભલે તે રામ અરુણ ગોવિલ હોય કે સીતા દીપિકા ચીખલિયા કે પછી રાવણની પત્ની મંદોદરી. સીરિયલને લઈને હજુ પણ ઘણો જ ક્રેઝ છે. રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા વાસ્તવિક જીવનમાં ઘણી આધુનિક છે.

સામાન્ય રીતે, જ્યારે પણ લોકો ‘રામાયણ’ સીરીયલમાંથી સીતાને યાદ કરે છે, ત્યારે તેઓના મનમાં દીપિકાની એક સાદી ઇમેજ પ્રસ્તુત કરે છે. પરંતુ તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ આધુનિક છે. દીપિકા ચિખલિયાએ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવવા ઉપરાંત હિન્દી ફિલ્મો ઉપરાંત કન્નડ, બંગાળી, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેત્રી આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’માં જોવા મળી હતી, જે વર્ષ 2019માં રિલીઝ થઈ હતી.

આ ફિલ્મમાં તેમણે યામી ગૌતમની માતાની ભૂમિકા ભજવી હતી. દીપિકાના પતિ હેમંત ટોપીવાલા કોસ્મેટિક કંપનીના માલિક છે. દીપિકા આ ​​કંપનીની રિસર્ચ અને માર્કેટિંગ ટીમના વડા છે. દીપિકા ચીખલિયા અને હેમંત ટોપીવાલાને બે દીકરીઓ છે. જેમના નામ નિધિ અને જુહી છે.

સોશિયલ મીડિયા પર કોણ કયારે ટ્રોલ થઇ જાય છે તેની કોઈને ખબર નથી રહેતી, હવે રામાયણમાં સીતા માતાનું પાત્ર ભજવનારી અભિનેત્રી દીપિકા ચિખલિયા સાથે પણ કંઈક આવું જ થયું છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાં તે શોર્ટ વન-પીસ ડ્રેસમાં જોવા મળી રહ્યા હતા.

જો કે આ ફોટો સામાન્ય હતો, પરંતુ ઘણા લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા. અભિનેત્રી ડાર્ક બ્રાઉન કલરનો લોંગ શર્ટ સ્ટાઈલનો વન પીસ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે તેણે પોતાના ગળામાં મલ્ટી કલરનો દુપટ્ટો બાંધ્યો છે.

આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ સિવાય ફેન્સે કોમેન્ટમાં તેમના જોરદાર વખાણ કર્યા હતા.જો કે કેટલાક લોકો દીપિકાનો આ લુક જોઈને ચોંકી ગયા હતા. વાસ્તવમાં તેને રામાયણ સિરિયલથી ઘણી ખ્યાતિ મળી હતી. આ સિવાય તે હંમેશા ટ્રેડિશનલ કપડામાં જોવા મળતી હતી. તેના નવા લૂક પર એક યુઝરે લખ્યું કે ‘મા, તમે શું રૂપ ધારણ કર્યું,’. જ્યારે અન્ય એક યુઝરે તેને અલ્ટીમેટ બ્યુટી ગણાવી હતી .

રામાયણ સિવાય દીપિકા વિક્રમ બેતાલ, ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન, લવ કુશ, દાદા દાદી સ્ટોરી જેવી ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે. ટૂંક સમયમાં તે ભરત કોકિલા સરોજિની નાયડુની બાયોપિકમાં જોવા મળશે. સિરિયલો અને ફિલ્મો સિવાય તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેમની ઇન્સ્ટાગ્રામ પર પણ ઘણી ફેન ફોલોઇંગ છે.

Shah Jina