ખબર

માનવતાના નામે કલંક : હલકટ યુવાનોએ 4 માસના દીપડાના બચ્ચા સાથે એવી ગંદી હરકત કરી કે મગજ ફરી જશે

સોસોયલ મીડિયાનું ચલણ વધવાની સાથે જ લોકો ફેમસ થવા માટે કેવા કેવા હથકંડા અપનાવતા હોય છે, કોઈ સેલ્ફી લેવા માટે કોઈ ઊંચા ટાવર ઉપર ચઢી જાય, તો કોઈ ચાલતી ટ્રેનના દરવાજે બહાર નીકળી વિડિઓ બનાવતા હોય છે પરંતુ આ કોઈ સાહસ નથી નકરી મુર્ખામી જ છે.

Image Source

પ્રખાત થવાના ચક્કરમાં કેટલાક લોકો તો પ્રકૃત્તિને નુકશાન પહોંચાડવાનું પણ કાર્ય કરતા જોવા મળે છે. આવો જ એક વિડિઓ ગીર સોમનાથથી બહાર આવ્યો હોવાનું જોવા મળ્યું, જેમાં પોતાના ઢોર ચરાવવા માટે આવેલા ચાર જેટલા યુવાનો એક દીપડાના બચ્ચાને ગળામાંથી પકડી તેનો વિડિઓ બનાવવા લાગી ગયા.

પશુ , પક્ષી, વનસ્પતિ એ કુદરત દ્વારા આપેલી સૌથી મોટી દેન છે ત્યારે આ લોકો માનવતાને બાજુપર મૂકીને આ દીપડાના બચ્ચાને એ હદ સુધી હેરાન કરવા લાગ્યા કે એ નવજાત બચ્ચું એ લોકો પાસે ઘુરકિયાં કરીને મદદની ભીખ માંગતું રહ્યું. પરંતુ એ યુવાનો પોતાની મસ્તીમાં મસ્ત બની અને હસતા રહ્યા. બિચારા એ અબોલ પશુનું દર્દ એ કઠોર હૃદયના યુવાનો સમજી જ ના શક્યા, પ્રખ્યાત થવાનું ભૂત એમના ઉપર એ હદે ચઢી ગયું હતું કે તેમને માનવતાને નેવે મૂકી દીધી અને પોતાની મસ્તીમાં પોતાની માથી વિખુટા પાડી ગયેલા દીપડાના બચ્ચાને હેરાન કરી વિડિઓ બનાવતા રહ્યા.

Image Source

અવાર નવાર આવા વિડિઓ આપણી સામે આવતા રહે છે, થોડા સમય પહેલા સિંહણના બચ્ચાને પણ હેરાન કરતો એક વિડિઓ સામે આવ્યો હતો, ઘણા કુતરાના બચ્ચાને કે કૂતરાને હેરાન કરતાં લોકોના ઘણા વિડિઓ સામે આવે છે ત્યારે આપણા હૃદયમાંથી આવા લોકો માટે રોષ ઉત્પન્ન થતો હોય છે. કોઈ અબોલા પ્રાણીને મદદ કરવાને બદલે એ લોકો પોતાના મોજશોખ ખાતર એમને હેરાન કરી વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. આ વિડિઓ સામે આવતા જોનારને એ ચાર યુવાનો પ્રત્યે ભારોભાર રોષ અને ગુસ્સો છે.

આ સમગ્ર વિડિઓ વાયરલ થતા વનવિભાગની ટિમ પણ તપાસમાં લાગી ગઈ છે. દીપડા ઘણા બધા વિસ્તારમાં હોય આ વિડિઓ ક્યાંનો છે એ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ વિડીઓમાં ગુજરાતી ભાષામાં વાત કરતાં આ વિડિઓ ગુજરાતના જ કોઈ પ્રદેશનો હોવાનું માનવામાં આવે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.