દીકરીએ આત્મહત્યા કરતા પરિવારનું હૈયાફાટ રુદન, વ્હાલુડીને ગંગાજળ પીવડાવવા જતા મળી આવી અંતિમ ચિઠ્ઠી

રાજકોટની યુવતિએ પાડોશમાં રહેતા સુનીલ કુકડિયાના કારણે ટૂંકાવ્યુ જીવન, સુસાઇડ નોટમાં મોટો ધડાકો કર્યો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. છેલ્લા કેટલાક સમયથી આપઘાતની ઘટનાઓમાં ઘણો વધારો નોંધાઇ રહ્યો છે. કેટલાક લોકો માનસિક અને શારીરિક હેરાનગતિને કારણે તો કેટલાક પ્રેમ સંબંધને કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમાર નામની યુવતીએ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે દીપાલીના પિતા રાજુભાઇએ પાડોશમાં રહેતા સુનીલ કુકડિયા વિરુદ્ધ આત્મહત્યાના દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધાવ્યો છે.

હાલ તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેના આધારે સુનીલ નામના વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી ગ્રેજ્યુટ યુવતી દીપાલી પરમારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. આ બાબતની જાણ થતા જ પિતાના પગ નીચેથી તો જમીન સરકી ગઇ હતી અને તેઓ તરત જ ઘરે દોડી ગયા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ યુનિવર્સિટી પોલીસને થતા તેઓ પણ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જયારે દીકરીની અંતિમવિધિ અર્થે ગંગાજળ પીવડાવવાનું વિચારી રહ્યા હતા ત્યારે મંદિરમાં રહેલા ગંગાજળની બોટલ લેવા જતાં કૂળદેવીના ફોટાની નીચેથી મૃતકે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. આમાં લખ્યુ હતુ કે, “પાડોશમાં રહેતા સુનીલ કુકડિયાના કારણે હું આત્મહત્યા કરું છું. સુનીલ કુકડિયાએ મને શારીરિક-માનસિક ત્રાસ આપ્યો છે. મારા માતા-પિતાને પણ ગાળો આપી છે.” હાલ તો એવી ચર્ચા છે કે સુનીલ અને મૃતક દીપાલી વચ્ચે ભૂતકાળમાં કદાચ પ્રેમ સંબંધ પાંગર્યો હશે. હાલ તો પોલિસ આ મામલે તપાસ કરી રહી છે.

આ બાબતને લઇને મડતકના પિતાએ કહ્યુ હતુ કે, સુનિલ રોજ મારી દીકરીને હેરાન કરતો હતો. ફોન કરીને ધમકાવતો પરંતુ મારી દીકરી મને કહી ન શકી. સુનિલથી કંટાળી અગાઉ પણ એક પરિવારે ઘર છોડ્યું હતું. એ સમયે સુનિલ અને તેના મિત્રો પરિવારને મારવા આવ્યાં હતાં દીકરી જો તકલીફમાં હોય તો પિતાને જાણ કરે અને સમયે પિતાએ પણ દીકરીની કાળજી લેવી જોઈએ.તેઓએ વધુમાં મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, માતા-પિતાએ દીકરીઓનું ધ્યાન રાખવુૂં, મેં ન રાખ્યુ એટલે મારે મારી વ્હાલસોયી દીકરી ગુમાવવાનો વારો આવ્યો.

દિપાલી બે ભાઈ બે બહેનમાં બીજા નંબરની હતી. તેણે કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે. આ મામલે પોલિસની તપાસમાં આવું સામે આવ્યુ છે કે, દિપાલી અને સુનિલ વચ્ચે પ્રેમસબંધ હતો પરંતુ સુનિલનો સંબંધ પાટણવાવ સ્થિત રહેતી યુવતી સાથે નક્કી થઇ ગયો હતો, જેને કારણે આ સંબંધનો અંત આવ્યો હતો. તેમ છતાં સુનિલ ઘણીવાર મૃતક દિપાલીને ફોન કરતો અને સબંધ રાખવા દબાણ કરતો હતો.

Shah Jina