ડાયનાસોરે પણ લઈ લીધી કોરોનાની વેક્સિન, વેક્સિન લેતા ડાયનાસોરનો નજારો જોઈને લોકો પણ રહી ગયા હેરાન

કોરોના  વાયરસથી બચવા માટેનો  હાલ એક જ ઉપાય છે. વેક્સિન. દુનિયાભરમાં ઘણા લોકો કોરોનાથી રક્ષણ મેળવવા માટે વેક્સિન લઇ રહ્યા છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓએ પણ વેક્સિન લઇ લીધી છે. અને વેક્સિન લેતા સમયની તેમની તસવીરો અને વીડિયો પણ તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયાની અંદર એક ડાયનાસોર પણ વેક્સિન લેવા માટે પહોંચેલો જોવા મળી રહ્યું છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વેક્સિનેશન સેન્ટરની અંદર એક ડાયનાસોરનો ડ્રેસઅપ કરીને એક વ્યક્તિ વેક્સિન લેવા માટે આવે છે. તે બીજા લોકોની જેમ જ રજીસ્ટ્રેશનથી લઈને લાઈનમાં ઉભા રહેવાની બધી જ પ્રક્રિયા કરે છે અને બધાની સાથે જ તે વેક્સિન પણ લે છે.

વેક્સિન લેતા દરમિયાનના સમયમાં તેની સાથે ઘણા લોકો સેલ્ફી પણ ખેંચાવે છે. અને વેક્સિન લીધા બાદ તે પણ મેં વેક્સીન લીધી છે એવા બેનર આગળ પોતાની તસવીર પણ ખેંચાવતો જોવા મળે છે. માહિતી પ્રમાણે વેક્સિન લેવા બાબતે લોકોને જાગૃતિ મળે એ હેતુથી આ પ્રકારે એક વ્યક્તિને ડાયનાસોરના કોચ્યુમમાં બોલાવવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kenny Sia (@kennysia)

આ સમગ્ર મામલો ઈન્ડોન્શિયાના એક વેક્સીન સેન્ટરનો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ રહૈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહેલ અસલી ડાયનાસોર નથી પરંતુ ખાલી તેને ડાયનાસોરનો ડ્રેસ પહેર્યો છે.

Niraj Patel