ભારતનું પહેલું અને વિશ્વનું ત્રીજું ડાયનોસોર મ્યુઝિયમ અને પાર્ક ગુજરાતમાં ખુલી ચૂક્યું છે. ભારતનું આ પહેલી ડાયનોસોર મ્યુઝિયમ અને પાર્ક ગુજરાતના મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના રીયોલી ગામમાં ખુલ્યું છે. આ પાર્ક અને મ્યુઝિયમ અહીં આવવાવાળા મુલાકાતીઓને અસલી જુરાસિક પાર્કનો અનુભવ અપાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં જુદા જુદા ડાયનોસોરના અવશેષોનું પ્રદર્શન કરવામાં આવશે. આ પાર્કનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે.

આ જગ્યા વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રકારનો આ દેશનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો પાર્ક છે. રાયોલીને વિશ્વની ત્રીજી સૌથી મોટી જગ્યા માનવામાં આવે છે કે જ્યાથી ડાયનોસોરના અવશેષો મળી આવ્યા હતા. આ વિશ્વનું સૌથી મોટું બીજા નંબરનું એવું સ્થળ છે કે જ્યા ડાયનૉસૉરે ઈંડા સેવ્યા હતા, અહીંથી હજારો ઈંડા મળી આવ્યા હતા.

આ પાર્કમાં આધુનિક ટેક્નિક જેમ કે 3D પ્રોજેક્શન, વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશનની સાથે જ વિશાળકાય ડાયનોસોરની પ્રતિકૃતિ પણ લગાવવામાં આવી છે. આ મ્યુઝિયમમાં 10 ગેલેરી છે. આ મ્યુઝિયમમાં લગભગ 6.5 કરોડ વર્ષ પહેલા લુપ્ત થઇ ગયેલા ડાયનોસોરનું ઇતિહાસ દર્શાવવામા આવશે.

આ વિશ્વસ્તરીય પર્યટન સ્થળ વિદ્યાર્થીઓ અને વિશેષજ્ઞો માટે લાભદાયક હશે. બાલાસિનોર એ જ ક્ષેત્ર છે જ્યા વર્ષ 1980માં ડાયનોસોરના ઘણા અવશેષો અને ઈંડા મળ્યા હતા. આ પાક 121 એકરમાં બનાવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અહીંથી ડાયનોસોરના 10 હજાર ઈંડાના અવશેષ મળ્યા હતા.
વર્ષ 2003માં આ જગ્યા પર ખોદકામ દરમ્યાન ડાયનોસોરની ઘન નવી પ્રજાતિઓ પણ મળી હતી. અહીં નર્મદાના કિનારે ડાયનોસોરના હાડપિંજર એટલે કે તેમની ખોપડી, કમર, પગ અને પૂછના હાડકા મળી આવ્યા હતા. રીયોલી ગામ હંમેશાથી વિશેષજ્ઞો માટે શોધનું કેન્દ્ર રહ્યું છે.

આ મ્યુઝિયમની એન્ટ્રી ફી 20 રૂપિયા રહેશે અને બાળકો માટે 10 રૂપિયા રહેશે. આ અઠવાડિયાના 6 દિવસ સવારે 8થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને સોમવારે બંધ રહેશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks