જાણવા જેવું પ્રવાસ

ગુજરાતનું એકમાત્ર ડાયનોસોરના અવશેષ ધરાવતું સ્થળ – ડાયનોસોર ફોસિલ પાર્ક

બાલાશિનોરમાં દુનિયાનો ત્રીજો સૌથી મોટો અને દેશનો પહેલો ડાયનાસોર અને ફોસિલ પાર્ક ડાયનાસોર સ્ટેચ્યૂ, રસપ્રદ માહિતી અને ડાયનાસોર સાથે સંબંધિત અદભૂત પ્રદર્શનના માધ્યમથી હવે પ્રવાસન પ્રેમીઓને મળવાનો છે.

Image Source

રૈયોલી ગામની ખાસિયત

ડાયનાસોર આ ગામમાં પેદા થયા અને આ જ ગામમાં અંત પણ પામ્યા આ જગ્યાએથી કેટલાક ડાયનાસોરના ઈંડા માંડ્યા જેમાં ટીટેનોસૌરસ અને રાજાસૌરસના ઈંડા પણ મોજુદ હતા અને રૈયોલી ગામ એ દુનિયાનું સૌથી મોટું બીજું “ઈન્ડસેવન ગૃહ” છે.

રૈયોલી ગામમાંથી ડાયનાસોરના અવશેષ અને ઈંડા મળ્યા જેમાં આજુબાજુ ગામના લોકો દ્વારા જાણ મળી તો તેવો તેઓના દ્વારા ઈંડાની પૂજા કરવામાં આવતી હતી.

Image Source

દુનિયામાં ક્યાંય પણ ના મળે એવા ડાયનાસોરનો માળો અહીં મળી આવ્યો હતો. જેમાં ૩૦ સેન્ટિમીટર લાબું જેમાં યુવાન ડાયનાસોરના ઈંડા ને ચોંટેલો સાપ હતો જે તેને ખાવા આવ્યો હતો અને ત્યારે એવી એક કુદરતી ઘટના બની જેમાં એ ચોંટેલા જ સ્થિતિમાં રહ્યા અને પછી કરોડો વર્ષ પછી ૧૯૮૧માં મળી આવ્યા. અહીં તેમનાં હાડકાં પણ નર્મદા નદીના કિનારે મળ્યાં. ર૦૦૩માં અહીં જે હાડપિંજર મળી આવ્યાં તેમાં મગજ, મેરુદંડ, કમર, પગ અને પૂંછડીના હાડકાં મુખ્ય હતાં. મ્યુઝિયમના ટાઇમ મશીનમાં વિશ્વ અને ગુજરાતના અલગ અલગ ડાયનાસોરના અવશેષો બતાવાશે. આ ઉપરાંત પ-ડી થિયેટર અને થ્રી-ડી ફિલ્મ હશે. રૈયોલી ડાયનાસોર પાર્ક ખાતે દેશ વિદેશથી કેટલાક પ્રવાસીયો આવે છે.

Image Source

દુનિયાનું સૌથી મોટું ત્રીજુ ફોસિલ પાર્ક

દુનિયાનું સૌથી મોટું ત્રીજું મોટું ફોસિલ પાર્ક છે જે ગુજરાતના રૈયોલી ગામમાં આવેલ છે જે બિલકુલ કુદરતી રીતે આપણે ડાઇનાસોરને નિહાળી શકીયે છીએ.

મ્યુઝિયમ

Image Source

ડાયનોસોર મ્યુઝિયમ રૈયોલીમાં વૃક્ષોના માળખાં, ટોપોગ્રાફી અને પ્રાગઐતિહાસિક થીમ પર જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે. મૂળ કદ કરતાં નાના લગભગ ૫૦ જેટલા સ્કલ્પચર્સ બનાવીને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે જે યુગ પૂર્વેના ડાયનોસોરના અંદાજિત આકાર અને અને કદનું વર્ણન કરે છે. મ્યુઝિયમની શરૂઆતમાં જ મુકવામાં આવેલા રાજાસોરસના લાઈફ – સાઈઝના સ્કલ્પચરથી મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે.

આ ઉપરાંત મ્યુઝિયમમાં ડિજિટલ, પ્રિન્ટ અને સ્ટેટિક સ્વરૂપે વિવિધ ભારતીય તેમજ વૈશ્વિક ડાયનોસોરની પ્રજાતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ૩ડી પ્રોજેક્શન મેપિંગ, ૩ડી ગેલે સ્ટીરિયોસ્કોપીક, ૩૬૦ ડિગ્રી વર્ચ્યુલ રિઆલિટી, ઇન્ટરેક્ટિવ ગેમિંગ કન્સોલ, ઈન્ટરેકિટવ કિઓસ્કસ વગેરે જેવી અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી મુલાકાતીઓ પ્રાગ – ઐતિહાસિક યુગની સફર કરશે. આ મ્યુઝિયમમાં એક ક્ડિઝ ઝોનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Image Source

કેવી રીતે જશો?

રૈયાલી (બાલાસિનોર) જી-મહીસાગર, અમદાવાદથી માત્ર ૧૧૮ કિમી, વડોદરાથી ૧૦૮ કિમી, લુણાવાડાથી ૩૭ કિમી અને મોડાસા થી ૫૭ કિમી છે. તમે વહેલી સવારે કાર દ્વારા પણ અહીં પહોંચી શકો છો અને રાત્રે પરત ફરી શકો છો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.