દિલ ચીરી દેશે મંદિરા બેદીની આ તસવીરો, રાજ કૌશલને જોઇ ડિનો મોરિયા પણ રોઇ પડ્યા- જુઓ PHOTOS

બિપાશા બાસુનો એક્સ બોયફ્રેન્ડ ડિનો મોરિયા પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો, 7 PHOTOS જોઈને તમને પણ દુઃખ થશે

જેની સાથે જીવનના બધા સપના જોડાયેલા હોય અને તે બધા સપનાનો હિસ્સો હોય, તે જેણે આંખમાંથી વહેતા કોઇ પણ આંસુઓને પહેલા લૂછ્યા હોય. જેણે હસાવ્યા હોય અને બધી મુશ્કેલીઓમાં સાથ આપ્યો હોય, અને તે જ છોડીને જતુ રહે તો તે ઘણુ દુખદ હોય છે.

મંદિરા બેદીએ આજે જીવનના આ મોડ પર તેમના પતિને ખોઇ દીધા છે. પતિના નિધનથી તે ખૂબ તૂટી ગઇ છે. આજે સવારે સવારે 4.30 વાગ્યાની આસપાસ તેમનું નિધન થઇ ગયુ હતુુ. મીડિયા રીપોર્ટ્સ અનુસાર તેમનું નિધન હ્રદયરોગના હુમલાને કારણે થયુ છે.

મંદિરા બેદીના પતિ અને ડાયરેક્ટર પ્રોડ્યુસર રાજ કૌશલનું સવારે નિધન થઇ ગયુ છે. તેમના નિધનથી બોલિવુડમાં શોકની લહેર છે. રાજ કૌશલના નિધનની ખબર સામે આવતા જ ઘણા સેલેબ્સ તેમના અંતિમ સંસ્કાર માટે પહોંચ્યા હતા. ઇન્ડસ્ટ્રીથી રોનિત રોય અને અપૂર્વ અગ્નિહોત્રી સહિત અનેક મંદિરાના ઘરે પહોંચ્યા હતા.

રાજના પાર્થિવ દેહને એમ્બ્યુલેંસમાં લાવવામાં આવ્યો ત્યારે મંદિરા તેમાં જ હતી અને તે ખૂબ જ રડી રહી હતી. તે પતિના નિધનથી ખૂબ જ તૂટી ગઇ છે. રોનિતે રોયે મંદિરાને સંભાળી હતી. ત્યારે પાસે ઊભેલા અપૂર્વ અગ્નિહોત્રીની આંખો પણ છલકાઇ ગઇ હતી.

રાજ કૌશલમા પાર્થિવ દેહને દાદર સ્થિત શ્મશાન લઇ જવામાં આવ્યો હતો અને મંદિરા પણ પતિ સાથે પહોંચી હતી. પૂરા રસ્તામાં તે બસ રાજને જોતી રહી અને રડતી રહી.

રાજના નિધનની ખબર મળતા જ શ્મશાન પર ડિનો મોરિયા અને આશીષ ચૌધરી પણ પહોંચ્યા હતા. મંદિરાને અંતિમ સંસ્કાર બાદ સંભાળવી મુશ્કેલ થઇ રહી હતી.

મંદિરાને જોઇ ડિનો મોરિયાની આંખોમાંથી પણ આંસુ નીકળી પડ્યા હતા. તે પોતાના આંસુ લૂછતા જોવા મળ્યા હતા. થોડા જ દિવસ પહેલા ડિનો મોરિયાની રાજ સાથે વાત થઇ હતી. પરંતુ વ્યસ્તતાને કારણે તે રાજને મળી શક્યા ન હતા.

રાજ કૌશલના અંતિમ સંસ્કાર બાદ મંદિરા જયારે બહાર નીકળી તો ગાડી સુધી પહોંચતા પહોંચતા તે ઘણીવાર વિખરાઇ ગઇ હતી, તેને મિત્રોએ સંભાળી હતી.

રાજ તેમની પાછળ મંદિરા બેદી અને તેમના બે બાળકો છોડીને જતા રહ્યા. તેમના દીકરાનું નામ વીર છે જયારે તેમણે એક દીકરીને ગયા વર્ષે જ દત્તક લીધી છે, જેનું નામ તારા છે.

Shah Jina