ખબર

અરે બાપરે, ગુજરાતના આ નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ – જાણો વિગત

ગુજરાતનું વુહાન બની રહેલું અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસ ચિંતાનો બન્યો છે. કોરોનાના ભરડામાં રાજકીય નેતાઓ પણ બાકાત નથી રહ્યા. અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 10થી વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી ચૂક્યા છે.

Image Source

અમદાવાદના વિપક્ષી નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળ્યો છે. સાથે જ તેમનો પુત્ર અર્પણ શર્મા પણ કોરોના પોઝિટિવ હોવાનું નીકળ્યું છે. હાલ બંનેને SVP હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. દિનેશ શર્માને કોરોનામાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને શ્રમિકોને વતન પોહચાડવાની કામગીરી દરમયાન ચેપ લાગ્યો હોઈ શકે છે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યોને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. દિનેશ શર્મા બાપુનગર વોર્ડના કોર્પોરેટર છે.

Image Source

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને કોરોના હોવાનું બહાર આવ્યું હતું. ભાજપના પ્રમુખ જગદીશ પંચાલને 2 દિવસથી તાવ આવતો હતો.જણાવી દઈએ કે, કોર્પોરેશનના 7 જેટલા કોર્પોરેટરો હાલમાં કોરોનાનો ભોગ બની ચુક્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.