ઇન્ડિયન પ્રીમિયર લીગ-2022 ખત્મ થઇ ગયુ છે અને ગુજરાત ટાઇટન્સની ટીમ નવી ચેમ્પિયન બનીને સામે આવી છે. પોતાના ડેબ્યુ સીઝનમાં જ ગુજરાત ટાઇટન્સે ઇતિહાર રચી દીધો અને IPLના પહેલા સીઝનની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સને માત આપી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઇટન્સે હોમ ગ્રાઉન્ડમાં આ ખિતાબ પોતાના નામે કર્યો હતો. ફાઇનલ મેચ બાદ એવોર્ડ્સનું વિતરણ થયુ, જ્યાં વિજેતા ટીમ-ઉપવિજેતા ટીમ સહિત ટૂર્નામેન્ટમાં સારુ પ્રદર્શન કરવાવાળા ખેલાડીઓ પર ઇનામનો વરસાદ થયો.
વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સને 20 કરોડ રૂપિયા મળ્યા જ્યારે રાજસ્થાન રોયલ્સને પ્રાઇઝ મની તરીકે 13 કરોડ રૂપિયા મળ્યા હતા. IPL 2022માં કમાલ કરનાર 4 ટીમોને પણ ઇનામ આપવામાં આવ્યુ હતુ, જેમાં પહેલા નંબર પર ગુજરાત ટાઇટન્સ જેને 20 કરોડ, બીજા નંબર પર રાજસ્થાન રોયલ્સ જેને 13 કરોડ અને ત્રીજા નંબર પર રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર જેને 7 કરોડ અને ચોથા નંબર પર લખનઉ સુપર જાયન્ટ્સને 6.5 કરોડ રૂપિયા ઇનામ મળ્યુ હતુ. ટીમ ઉપરાંત ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી દિનેશ કાર્તિકને સિઝનનો સુપર સ્ટ્રાઇકર એવોર્ડ મળ્યો હતો અને તેણે ચમચમાતી ટાટા પંચ કાર પોતાના નામે કરી હતી.
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર – ઉમરાન મલિકને રૂ. 10 લાખ
- સિઝનમાં સૌથી વધુ સિક્સર – જોસ બટલર રૂ. 10 લાખ
- સિઝનનો સુપર સ્ટ્રાઈકર – દિનેશ કાર્તિક ટાટા પંચ કાર
- સિઝનનો ગેમ ચેન્જર – જોસ બટલર રૂ. 10 લાખ
- Paytm ફેરપ્લે એવોર્ડ – રાજસ્થાન રોયલ્સ-ગુજરાત ટાઇટન્સ
- સિઝનનો પાવરપ્લેયર – જોસ બટલર રૂ. 10 લાખ
- સિઝનનો સૌથી ઝડપી બોલ – લોકી ફર્ગ્યુસન રૂ. 10 લાખ
- સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા – જોસ બટલર રૂ. 10 લાખ
- સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) – યુઝવેન્દ્ર ચહલ 27 વિકેટ રૂ. 10 લાખ
- સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) – જોસ બટલર 863 રન રૂ. 10 લાખ
- કેચ ઓફ ધ સીઝન – ઈવન લેવિસ (લખનઉ સુપર જાયન્ટ્સ) – રૂ. 10 લાખ
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર- જોસ બટલર રૂ. 10 લાખ
IPL 2022ની ફાઇનલ મેચમાં સુપર સ્ટ્રાઈકર ઓફ ધ મેચનો એવોર્ડ ડેવિડ મિલરને મળ્યો હતો. જ્યારે ગેમ ચેન્જર ઓફ ધ મેચ એવોર્ડ હાર્દિક પંડ્યાને મળ્યો હતો. આ ઉપરાંત ક્રેકીંગ સિક્સ એવોર્ડ યશસ્વી જયસ્વાલને તથા પાવર પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ટ્રેન્ટ બોલ્ટને મળ્યો હતો. મેચનો રુપે જોસ બટલર તથા પ્લેયર ઓફ ધ મેચ હાર્દિક પંડ્યા રહ્યો હતો.