ખબર

સુરતમાં ગુંડાગર્દી બની બેફામ, ધોળા દિવસે બે યુવકો ઉપર છરીના ઘા ઝીંક્યા, એકનું મોત બીજાની હાલત ગંભીર, જાણો સમગ્ર મામલો

સુરતમાં મોબાઈલને લઈને અદાવત રાખી મિત્રોએ જ બીજા મિત્રની ચાકુના ઘા ઝીંકીને કરી નાખી બજાર વચ્ચે જ કરપીણ હત્યા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ક્યાંક પ્રેમ પ્રસંગોમાં તો ક્યાંક અંગત અદાવતમાં કોઈની હત્યા કરી દેવાની ઘટનાઓ સામે આવતી રહે છે તેમાં પણ હવે આવા મામલામાં સુરત અગ્રેસરબ બન્યું છે. સુરતમાં ધોળા દિવસે કોઈ ઉપર જીવલેણ હુમલો કરવાની અને કોઈની હત્યા કરી દેવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે હાલ એવી જ એક ઘટનાએ ચકચારી મચાવી દીધી છે, જેમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં અંગત અદાવતમાં રાજા વર્મા નામના એક યુવકની ચપ્પાના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. આ મામલામાં પોલીસે કેસ નોંધી અને બે યુવકોની ધપરકડ પણ કરી લીધી છે. આ બંને યુવકો સંદિપ ઉર્ફે લેપટ્યા ઈંગલ લક્ષમણ આગળે  અને જીવણ ઉર્ફે માંજરો લક્ષ્મણ ઉર્ફે લખા મંગાભાઈ ચૌહાણ રાજા વર્માના મિત્રો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર રાજા વર્મા નામના યુવક સાથે ગત રોજ મોડી રાત્રે બે યુવકો ડિંડોલીના રેલવે ટ્રેકની ગલીઓમાં ઝઘડો કરતા હતા. અચાનક જ ઝઘડો એટલો વધી ગયો કે બંને યુવકો રાજાને મારવા લાગ્યા અને પછી ધારદાર હથિયાર કાઢીને હુમલો કર્યો. રાજા ઉપર એક પછી એક ચાકુના ઘા ઝીંકતા ઘટના સ્થળે જ તેનું ઢીમ ઢળી ગયું હતું અને તેને લોહીલુહાણ હાલતમાં છોડીને જ બંને યુવકો ભાગી છૂટ્યા હતા.

આ ઉપરાંત રાજા વર્મા સાથે રહેલા તેની સાથે રહેલા એક મિત્ર સંદીપ ઉપર પણ તે રાજાનો મિત્ર છે એમ કહીને હુમલો કર્યો હતો. જેના બાદ સંદીપે બુમાબુમ કરતા બંને લોકો નાસી છૂટ્યા હતા. આ હુમલામાં સંદીપને પણ પગના ભાગમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેના બાદ 108 દ્વારા રાજા વર્મા અને સંદીપને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં રાજાને તબીબોએ મૃત જાહેર કર્યો હતો, જયારે સંદીપની હાલ સારવાર ચાલી રહી છે.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ મામલામાં યુવકો વચ્ચે મોબાઈલને લઈને કોઈ માથાકૂટ થઇ હતી, જેમાં અદાવત રાખીને સંદીપ અને જીવણે રાજાની હત્યા કરી નાખી હતી. ઘટનાને લઈને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલામાં ઝડપી કાર્યવાહી પણ હાથ ધરી હતી. આ ઘટનામાં બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને હાલ તેમની પુછપરછ ચાલી રહી છે.