સુરતમાં નેતાના ભાઈનો પાવર તો જુઓ ! બિચારા દિવ્યાંગ ફ્રૂટની લારી વાળાને ડંડાથી માર માર્યો, વીડિયો જોઈને તમે પણ કહેશો.. “ગરીબને શું કામ…”

આપણે ઘણીવાર જોયું છે કે મોટા લોકો નાના લોકો ઉપર અત્યાચાર કરતા હોય છે.  તેમને કોઈપણ રીતે દબાવવા માંગતા હોય છે. ઘણા લોકો મોલની અંદર ભાવ તાલ નથી કરાવતા પરંતુ રસ્તા ઉપર લારી લઈને ઉભેલા વ્યક્તિ પાસે ભાવતાલ જરૂર કરાવશે અને પોતાની ઈચ્છા પ્રમાણેનો જ ભાવ તે લારીવાળાને આપશે. એ એ પણ નહિ જોવે કે તે લારીવાળાને પરવડશે કે નહિ. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ફ્રૂટની લારી વાળાને ડંડાથી માર મારતો જોવા મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના સુરતની જણાવામાં આવી રહી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓમનગર ખાતે જાહેર રસ્તા ઉપર કેળાની લારી લઈને વેચી રહેલા એક કિશોર ઉપર સુરત મહાનગરપાલિકાના ભૂતપૂર્વ શાસક પક્ષના નેતા દયા શંકરસિંહના ભાઈ કૃપાશંકર હાથમાં લાકડી લઈને લારી વાળા કિશોરને માર મારી રહ્યા હતા.

તેમને કિશોરને એક પછી એક લાકડીના ફટકા માર્યા હતા. જેને જોઈને આસપાસ ઉભેલા લોકો પણ હેરાન રહી ગયા હતા. આ ઘટના કોઈએ થોડે દૂરથી કેમેરામાં કેદ કરી લીધી હતી, જેના બાદ આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

ત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે કેળાની લારી લઈને ધંધો કરી રહેલો કિશોર દિવ્યાંગ હતો. જેને લઈને પણ તેને માર મારતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના મનમાં પણ હવે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે રાજકીય પક્ષના નેતાઓના સંબંધીઓ જ આ રીતે સત્તાનો દુરપયોગ કરી રહ્યા છે તો પ્રજાની સેવા તે કેવી રીતે કરી શકશે અને તેમનું વર્તન પ્રજા સાથે પણ કેવું રહેશે.

Niraj Patel