અમિતાભ બચ્ચનના જીવનનો એક રસપ્રદ કિસ્સો
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં કોરોના સંક્રમિત છે અને તેમનો ઈલાજ મુંબઈની નાણાવટી હોસ્પિટલની અંદર ચાલી રહ્યો છે. આ દરમિયાન અમિતાભના જીવન વિષે જોડાયેલી ઘણી બાબતો સામે આવી રહી છે તેમાંથી એક છે જ્યારે અમિતાભ મોટા દેવામાં ડૂબ્યા હતા ત્યારની.

1996માં અમિતાભ બચ્ચને જયારે એબીસીએલ (અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ) નામની એક પ્રોડક્શન કંપનીની રચના કરી. થોડા વર્ષોમાં આ કંપની ડૂબી ગઈ. કંપની ડૂબતી વખતે અમિતાભ બચ્ચન દેવામાં ડૂબી ગયા. અમિતાભ બચ્ચન તેની કારકિર્દીનો સૌથી ખરાબ સમય પસાર કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચન ડિમ્પલ કાપડિયાની એક હરકતથી એટલા હેરાન હતા કે તે વાત માટે તે આજે પણ દુ:ખી છે.

એબીસીએલના પ્રોડક્શન હાઉસ હેઠળ વર્ષ 1997માં ફિલ્મ “મૃત્યુદાતા” બનાવવામાં આવી. આ ફિલ્મની અંદર અમિતાભની સાથે ડિમ્પલ કાપડિયા પણ હતી.

આ ફિલ્મ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી અને પ્રોડક્શન હાઉસ પાસે એટલા પૈસા નહોતા કે તે કલાકારોને પૈસા ચૂકવી શકે, જેના કારણે બધા જ કલાકારોના પૈસા રોકી દેવામાં આવ્યા.

કલાકારોના પૈસા રોકાઈ ગયા જેના કારણે ડિમ્પલ કાપડિયાએ એબીસીએલના મેનેજરને પૈસા માટે ફોન કરવાના શરૂ કર્યા, મેનેજર સાથે વાત ના બની તો ડિમ્પલે સીધું અમિતાભને જ ફોન કરીને પોતાના પૈસા માનગવાનું ચાલુ કર્યું.

ફોન ઉપ્પર કોઈ નિરાકરણ ના આવતા ડિમ્પલે પોતાના સેક્રેટરીને અમિતાભના ઘરે અને ઓફિસે મોકલી અને ઘરની કરાવવાનું શરૂ કર્યું જેના કારણે અમિતાભ ખુબ જ હેરાન થયા હતા અને આ વાતથી તેમને ખુબ જ દુઃખ પણ પહોંચ્યું હતું. આ વાતને તે આજે પણ નથી ભૂલી શકતા.

થોડા સમય પહેલા જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં અમિતાભે જ કોઈનું નામ લીધા વિના જ કહ્યું હતું કે: “હું ક્યારેય નહીં ભૂલી શકું કે કેટલાક લેનેદાર મારા ઘરે આવી અને ગાળો અને ધમકી આપીને પૈસા માંગતા હતા. અને આ બધામાં ખાસ વાત એ હતી કે એવા લોકો પણ મારા ઘરે ઉઘરાણી માટે આવતા હતા જેમની પાસેથી મને સહયોગની આશા હતી એવા લોકો પણ માસી મુશ્કેલી સમજી શક્યા નહોતા !!”