ખબર

દિલજીત બાદ હવે ભારતીય છોકરાઓ આવી રીતે ફેરવી રહયા છે ટ્રમ્પની દીકરીને તાજમહેલ!

થોડા દિવસ પહેલા જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેની પત્ની મેલાનિયા અને દીકરી ઇવાન્કા સાથે બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા હતા.

Image Source

અહીં તેમને અમદાવાદના ગાંધી આશ્રમ ગયા બાદ મોટેરા સ્ટેડિયમમાં કેમ છો ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પછી તેઓ આગ્રા પહોંચ્યા હતા જ્યાં તેમને તાજમહેલની મુલાકાત લીધી હતી.


તાજમહેલની આ મુલાકાત દરમિયાન તેમની કેટલીક તસ્વીરો વાયરલ થઇ હતી. જેમાં એક તસ્વીર એવી હતી કે જેમાં ઇવાન્કા તાજમહેલની આગળ બેન્ચ પર બેસીને પોઝ આપી રહી હતી.


ત્યારે આ તસ્વીરને લઈને હવે ઘણા લોકો પોતાની ફોટોશોપ સ્કિલ્સ બતાવી રહયા છે.

ત્યારે પંજાબી સ્ટાર દિલજીત દોસાંજે પણ ટ્રમ્પની દીકરી ઇવાન્કાની તસ્વીર શેર કરી છે જેમાં તે ઇવાન્કા સાથે તાજમહેલની આગળ બેસેલા જોવા મળે છે.

Image Source

આ તસ્વીર ફોટોશોપ કરેલી છે. પણ ઇવાન્કાએ આ તસ્વીરને રીટ્વીટ કરીને એવી કોમેન્ટ કરી છે કે લોકો ઇવાન્કાને તાજમહેલ બતાવવા નીકળી પડયા છે.

Image Source

દિલજિતે લખ્યું કે મારી પાસે ઇવાન્કા તાજમહેલ લઈને જવાની જીદ કરી રહી હતી તો હું એને લઇ ગયો.

Image Source

પણ આ ટ્વીટ પર ઇવાન્કાએ લખ્યું – ‘મને તાજમહેલ લઇ જવા માટે આભાર. આ એક એવો અનુભવ હતો, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું.’

Image Source

ઇવાન્કાની આ ટ્વીટ પર પણ લોકોમાં છવાઈ ચુકી છે. આ ટ્વીટને લાખો લાઇક્સ અને હજારો રીટ્વિટ્સ મળી ચુક્યા છે.

Image Source

નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તેમની પત્ની મેલાનિયા, દીકરી ઇવાન્કા અને જમાઈ જેરેડ કુશનર સાથે 24-25 ફેબ્રુઆરી દરમ્યાન ભારતની મુલાકાતે હતા.

Image Source

આ પહેલી જ વાર હતું કે ઇવાન્કા પિતા ટ્રમ્પ સાથે ભારત આવી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.