‘હું ગુજરાત સરકારનો ફેન…’ ગાંધીનગરમાં લાઈવ કોન્સર્ટમાં દિલજીત દોસાંઝે કહ્યુ- તમે ડ્રાય સ્ટેટ ઘોષિત કરો હું શરાબના ગીત નહિ ગાઉં

પંજાબી સિંગર દિલજીત દોસાંઝે તાજેતરમાં જ ગાંધીનગરમાં એક કોન્સર્ટ દરમિયાન તેલંગાણા સરકાર દ્વારા મોકલવામાં આવેલી નોટિસ પર પ્રતિક્રિયા આપી હતી. આ નોટિસનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે જો તમામ રાજ્યો પોતાને ડ્રાય સ્ટેટ જાહેર કરે તો ઓ શરાબ પર કોઈ ગીત નહીં ગાય. દિલજીતે પોતાના નિવેદનમાં સ્પષ્ટતા પણ કરી હતી કે તે પોતે દારૂ પીતો નથી અને તેની પાસે માત્ર થોડા જ ગીતો છે જે દારૂ પર આધારિત છે.

દિલજીતે કહ્યું – “આજે એક સારા સમાચાર છે કે મને કોઈ નોટિસ મળી નથી, પરંતુ તેમ છતાં હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં, કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે.” તેલંગાણા સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ પર તેણે કહ્યું- “મેં ડઝનબંધ ભક્તિ ગીતો ગાયાં, છેલ્લા 10 દિવસમાં મેં બે ભક્તિ ગીતો ગાયાં. એક શિવ બાબા પર અને એક ગુરુનાનક બાબા પર, પરંતુ કોઈએ તેના વિશે વાત કરી નહીં. દરેક વ્યક્તિ ફક્ત પટિયાલા પેગ વિશે જ વાત કરે છે.

પણ ભાઈ, મેં પોતે કોઈને ફોન કરીને પટિયાલા પેગ લગાવવાનું કહ્યું નથી. હું ફક્ત ગીતો જ ગાઉં છું. બોલિવૂડમાં દારૂ પર હજારો ગીતો છે. મારી પાસે એક-બે ગીતો છે. હું તે પણ ગાઈશ નહીં. મને કોઈ ટેન્શન નથી કારણ કે હું પોતે દારૂ પીતો નથી. મને ચીડશો નહીં. હું જ્યાં પણ જાઉં છું ત્યાં ચૂપચાપ મારો કાર્યક્રમ કરીને નીકળી જાઉં છું. તો પછી મને કેમ છંછેડો છો ? ચાલો આ કરીએ, આંદોલન શરૂ કરીએ. જ્યારે આટલા બધા લોકો ભેગા થાય છે, ત્યારે એક આંદોલન શરૂ થઈ શકે છે, જો તમામ રાજ્યો પોતાને ડ્રાય સ્ટેટ જાહેર કરશે તો દિલજીત દોસાંઝ બીજા જ દિવસથી તેના જીવનમાં દારૂ પર કોઈ ગીત નહીં ગાય.

તેણે કહ્યું, મને ખબર નથી, બધા કહે છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે. જો આ સાચું હોય તો હું ખુલ્લેઆમ કહું છું કે હું ગુજરાત સરકારનો ફેન છું. હું તેમને ખુલ્લેઆમ સમર્થન આપું છું. અમે ઈચ્છીએ છીએ કે અમૃતસર પણ ડ્રાય સ્ટેટ બને. જણાવી દઈએ કે તાજેતરમાં જ તેલંગણામાં દિલજીતનો કોન્સર્ટ યોજાયો હતો. તે સમયે તેલંગાણા સરકારે તેને નોટિસ પાઠવીને સ્ટેજ પર દારૂ અને ડ્રગ્સ સંબંધિત ગીતો ન ગાવા જણાવ્યું હતું. આ પછી દિલજીતે સ્ટેજ પર ગીતના બોલ બદલીને પોતાનો જવાબ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

Shah Jina