પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ આ દિવસોમાં પોતાના લાઈવ કોન્સર્ટ ‘દિલ-લુમિનાતી ટૂર’ને લઇને ચર્ચામાં છે. આ કોન્સર્ટ દ્વારા ઘણા રાજ્યોમાં સિંગર પરફોર્મન્સ આપી રહ્યો છે. ગયા મહિને જયપુર બાદ દિલજીતનો કોન્સર્ટ 15 નવેમ્બરે હૈદરાબાદમાં હતો જેના કારણે તેલંગણા સરકારે તેને નોટિસ મોકલી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે સિંગર તેના કોન્સર્ટ દરમિયાન દારૂને પ્રોત્સાહન આપતું કોઈ ગીત ગાશે નહીં.
હવે દિલજીત દોસાંઝે સરકારની આ નોટિસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. એક વીડિયો તેણે શેર કર્યો છે જેમાં તે કહે છે, ‘સારા સમાચાર એ છે કે મને આજે કોઈ નોટિસ મળી નથી. આના કરતાં વધુ સારા સમાચાર એ છે કે આજે હું દારૂ પર કોઈ ગીત ગાવાનો નથી. પૂછો કેમ ? હું ગાઈશ નહીં કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે.’ દિલજીતે કહ્યું, ‘મેં ડઝન કરતાં વધુ ભક્તિ ગીતો ગાયાં છે.
છેલ્લા 10 દિવસમાં, મેં બે ભક્તિ ગીતો રજૂ કર્યા છે, એક ગુરુ નાનક બાબાજી પર અને બીજું શિવ બાબા પર. પણ એ ગીતો વિશે કોઈ બોલતું નથી. બધા ટીવી પર બેસીને પટિયાલા પેગ વિશે વાત કરી રહ્યા છે. બોલિવૂડમાં ડઝનેક, હજારો ગીતો છે જે દારૂ પર આધારિત છે. મારા એક અથવા વધુમાં વધુ 2 થી 4 હશે. હું તે ગીતો ગાવાનો નથી. હું આજે પણ નહીં ગાઉં, કોઈ ટેન્શન નથી. હું પોતે દારૂ પીતો નથી, પરંતુ બોલિવૂડ સ્ટાર્સ જેઓ દારૂની જાહેરાત કરે છે, દિલજીત દોસાંઝ આવું નથી કરતો.
View this post on Instagram
જો તમે મને છેડશો તો છોડીશ નહિ. હું જ્યાં પણ જાઉં છું, હું ચૂપચાપ કોન્સર્ટ કરુ છું.’ સરકારની સૂચનાને પડકારતાં દિલજીતે વધુમાં કહ્યું કે, ‘હું દારૂ પર ગાવાનું બંધ કરી દઉં, તમે આખા દેશમાં ઠેકા બંધ કરાવી દો.’ સરકારે ગાયક દિલજીત દોસાંજને નોટિસ પાઠવીને તેના કોન્સર્ટમાં દારૂ, ડ્રગ્સ અને હિંસા સંબંધિત ગીતો ન ગાવા જણાવ્યું હતું. આ સિવાય સરકારે ગાયકના ત્રણ ગીત ‘પંજ તારા’, ‘કેસ’ અને ‘પટિયાલા પેગ’ પર પ્રતિબંધ મૂક્યો હતો.
View this post on Instagram